કોરોના વકર્યો:શહેરમાં કોરોનાના કેસ વધ્યાં, દાણીલીમડા, સેટેલાઈટ, સાઉથ બોપલ, બોડકદેવ અને ચાંદલોડિયામાં 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 28 ફેબ્રુઆરીથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. દાણીલીમડા, સેટેલાઈટ, સાઉથ બોપલ, બોડકદેવ અને ચાંદલોડિયામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 66 ઘરોના 247 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (28 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શનિવારે પણ શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ છેલ્લા છ દિવસથી વધુ કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે 18 જાન્યુઆરી બાદ 40 દિવસ પછી સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેર અને જિલ્લામાં 100થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 106 નવા કેસ અને 84 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 2,312 થયો છે.આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,675 થયો છે. જ્યારે 59,749 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...