તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેવ-2:ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ, પહેલી લહેરના તમામ રેકોર્ડ તોડ્યા, પીક ક્યાં જઈને અટકશે?

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 સપ્ટેમ્બરે સૌથી વધુ 1442 પોઝિટિવ કેસ નોંધાયા હતા
  • અત્યારસુધીમાં રાજ્યમાં 11 વખત કોરોના કેસનો આંક 1400ને પાર કરી ચૂક્યો છે, જેમાંથી 10 વખત માત્ર સપ્ટેમ્બરમાં

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી એક વાર કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં સૌથી વધુ 1515 કેસ આજે 21 નવેમ્બરે નોંધાયા છે. નવેમ્બર મહિનામાં છેલ્લા બે દિવસથી 1400 કરતા વધુ કેસ આવ્યા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ એવા હતા કે જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1400થી વધુ હતો. તેમાં પણ 25 સપ્ટેમ્બરના રોજ અત્યારસુધીના સર્વાધિક 1442 કેસ એક દિવસના હાઈએસ્ટ છે. જ્યારે હવે બે મહિના બાદ એટલે કે 20 નવેમ્બરથી ફરી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1400 અને આજે 1500ની સપાટીને ઓળંગી ગયો છે. આમ, ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારી પીક પર પહોંચી હોવાનું કહેવું લગીરે અતિશયોક્તિપૂર્ણ નથી.

નવેમ્બરમાં નોંધાયા કોરોના કાળના દૈનિક સર્વોચ્ચ કેસ
નવેમ્બર મહિનામાં 1થી 21 નવેમ્બર સુધીમાં 22,973 કેસ નોંધાયા છે. એક સમયે તો નવેમ્બરમાં દૈનિક કેસનો આંકડો 900 કરતાં પણ ઘટી ગયો હતો, જેથી લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાના ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે, પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોનાની બીજી વેવ શરૂ થઈ હોય એ રીતે 17 નવેમ્બરથી ફરીથી કોરોનાના કેસો 1100થી વધુ અને 21 નવેમ્બરે તો આ આંકડો 1515ને આંબી ગયો છે. જે 19 માર્ચથી અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાતા દૈનિક કેસોમાં સર્વોચ્ચ કેસનો આંકડો છે.

સપ્ટેમ્બર મહિનામાં 10 વખત દૈનિક 1400થી વધુ કેસ
સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કોરોનાના 40959 કેસ નોંધાયા હતા. આ મહિનામાં કોરોનાના કેસો ટોચ પર હતા. દૈનિક નોંધાતા કેસો 1200 અને 1300થી વધુ આવતા હતા. પરંતુ 18 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય તેમ દૈનિક 1400થી વધુ કેસ નોંધાયા હતા. 18 તારીખ બાદથી 10 વખત દૈનિક કેસ 1400 કરતા વધ્યા હતા. જેમાં 25 સપ્ટેમ્બર રેકોર્ડ બ્રેક 1442 કેસ નોંધાયા હતા.

સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં 5409 કેસ ઘટ્યા હતા
ઓક્ટોબર મહિનામાં શરૂઆતમાં દૈનિક 1300થી વધુ કેસ નોંધાયા બાદ તબક્કાવાર દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો હતો. 25 ઓક્ટોબરથી તો રાજ્યમાં દરરોજ 1 હજાર કરતાં ઓછા કેસો નોંધાઈ રહ્યા હતા, જેને પગલે આ મહિનામાં કોરોનાના કુલ 35,550 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ જોઇએ તો સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબર મહિનામાં 5409 કેસનો ઘટાડો આવ્યો હતો. 19 માર્ચે ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ પહેલીવાર એવું બન્યું હતું કે અગાઉના મહિના કરતાં કોરોનાના કેસો ઘટ્યા હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો