તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ગુજરાતમાં બે દિવસથી કેસમાં ઘટાડો, મંગળવારે 1020 કેસ, 25નાં મોત અને 898 દર્દીઓ કોરોનામુક્ત થયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં સોમવારે 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ 1000 આસપાસ નોંધાયા બાદ મંગળવારે પણ આ આંક 1000ની નજીક જ રહ્યો. પાછલા સપ્તાહોમાં 1,100ની ઉપર દૈનિક કેસ નોંધાયા બાદ હવે તેમાં આવેલો આટલો મોટો ઘટાડો ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ પીકને સ્પર્શી, પાર કરી અને હવે ચેપ ઘટાડા તરફ જઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો કે દૈનિક કરાતા સેમ્પલ ટેસ્ટિંગમાં પણ થોડો ઘટાડો થયો છે. મંગળવારે ગુજરાતમાં 1020 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે હવે કુલ આંકડો 65,704 પર પહોંચ્યો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારી જણાવે છે કે આમ જોવા જઇએ તો આ બાબત પીક પસાર થઇ ગયો હોય તેવું સૂચવે છે પરંતુ આ ઘટાડો સતત રહેવો જોઇએ અને હજુ બીજા બે સપ્તાહ નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો થતો રહે તો સંક્રમણ ઘટાડા તરફ છે તેમ કહી શકાશે. છેલ્લાં બે દિવસમાં લગભગ સો જેટલાં કેસ ઓછાં આવી રહ્યા છે તે સંક્રમણનો ઘટાડો દર્શાવે છે અને કદાચ તે હકારાત્મક બાબત પણ હોઇ શકે.

હાલ ગુજરાતમાંએક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 14811 છે તે પૈકી 87 દર્દીઓની સ્થિતિ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે. તેમા સૂરત શહેરમાં 8, અમદાવાદ શહેર અને સૂરત ગ્રામ્યમાં 3, જામનગર શહેર, જૂનાગઢ શહેર તથા જૂનાગઢ જિલ્લામાં 2-2 કેસ જ્યારે, રાજકોટ અને વડોદરા સિટી તથા ભાવનગર, જામનગર અને વડોદરા ગ્રામ્યમાં 1-1 દર્દી મૃત્યુ પામ્યાં છે. હવે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 2,534 થયો છે.

સોમવારે ગુજરાતમાં થયેલાં 17 હજાર સેમ્પલ ટેસ્ટિંગ સામે મંગળવારે વીસ હજારની આસપાસ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. પાછલા સપ્તાહમાં આ આંકડો દૈનિક પચીસ હજારની સરેરાશનો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં 8.54 લાખ ટેસ્ટ થયા છે. જ્યારે હજુ 4.89 લાખ લોકો ક્વોરન્ટીન છે.

અન્ય સમાચારો પણ છે...