તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજ્યમાં કોરોનાનો કાળો કહેર - 97 દર્દીના મોત, નવા 9541 કેસ નોંધાયા; મહાકુંભ મેળામાંથી પરત આવતા લોકોને ફરજિયાત આઈસોલેશન

23 દિવસ પહેલા

નમસ્કાર!

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે મહાકુંભ મેળામાંથી રાજ્યમાં પરત આવતા ગુજરાતીઓને ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પરત આવતા તમામે ફરજિયાતપણે આઈસોલેશનમાં રહેવું પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ જામનગરમાં આ જાહેરાત કરી હતી. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ--
ડોલરરૂ. 74.35-0.57
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામરૂ. 48,705-127

આ 2 ઘટના પર રહેશે નજર

1) કોરોના વધતાં સંક્રમણને પગલે બનાસકાંઠામાં પાલનપુર માર્કેટયાર્ડ આજથી ચાર દિવસ સુધી સદંતર બંધ રહેશે
2) કોરોના સંક્રમણ બેકાબૂ બનતા AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

હવે જોઈએ ગઈકાલના 7 ખાસ સમાચાર
1) ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, રેકોર્ડ નવા 9541 કેસ નોંધાયા અને પહેલીવાર મોતનો આંકડો 97 થયો

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 9 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 9,541 નવા કેસ નોંધાયા છે અને 3,783 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સુરત શહેરમાં 26, અમદાવાદ શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠા, ભાવનગર અને ભાવનગર શહેર, જામનગર, જામનગર શહેર, મહેસાણા, અને રાજકોટ જિલ્લામાં 2-2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર શહેર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 મળી રાજ્યમાં કુલ 97 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) હરિદ્વાર કુંભમાંથી આવેલા 23 યાત્રી પોઝિટિવ, સમરસ હોસ્ટેલમાં ખસેડાયાઃ સાબરમતી સ્ટેશને 600 યાત્રીના કોરોના ટેસ્ટ કરાયા
હરિદ્વારમાં કુંભમેળા માટે ગયેલા ગુજરાતીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે ત્યાંથી આવતા દરેક યાત્રીનો અમદાવાદમાં કોરોના ટેસ્ટ શરુ થઈ ચૂક્યો છે. આજે બપોરે જેવી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશને પહોંચી કે તુરત અંદાજે 600થી વધુ મુસાફરોના કોરોના ટેસ્ટ કરાયા હતા. આમાંથી 23 જેટલા યાત્રીઓ પોઝિટિવ જણાતા તેમને તુરત સમરસ હોસ્ટેલ ખાતે ઊભી કરાયેલી સુવિધામાં આઈસોલેટ કરી દેવાયા છે. જ્યારે પોતાની સાથે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવેલા યાત્રીઓને જવા દેવાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મોરવાહડફ વિધાનસભા બેઠકની શાંતિપૂર્ણ મતદાન, કોવિડની ગાઈડલાઈન સાથે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ યોજાયું હતું.ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મતદારોમાં વહેલી સવારમાં જ મતદાન કરી આવવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારોએ લાઇનો લગાવી હતી. કોવિડ ગાઈડલાઈન્સસ મુજબ મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસ્યા બાદ મતદાન મથકમાં પ્રવેશ અપાયો હતો. જેમાં 39.56 ટકા મતદાન થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં શાહીબાગની સોસાયટી આગળ આવી, ક્લબ હાઉસમાં જ કોરોનાના દર્દીની ટ્રીટમેન્ટ શરૂ કરી
અમદાવાદમાં કોરોનાની જાણે સુનામી આવી હોય તેમ રેકોર્ડ બ્રેક દર્દીઓ રોજ વધી રહ્યા છે. આ સમયે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી નથી. ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા શીતલ એક્વા નામના એપાર્ટમેન્ટે આત્મનિર્ભર બનવા પ્રયાસ કર્યો છે. સોસાયટીમાં આવેલા ડોક્ટર અને સભ્યો દ્વારા સોસાયટીના ક્લબ હાઉસમાં જ કોરોનાનાં 2 બેડ ઓક્સિજન સાથે લગાવીને ટ્રીટમેન્ટ શરૂ કરી છે. અહીંયા સોસાયટીમાં રહેતા લોકોને ટ્રીટમેન્ટ કરાઇ રહી છે અને નજીકમાં રહેતા ડોક્ટર રાઉન્ડ ધ ક્લોક સારવાર કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) હળવદમાં રેતી ભરેલા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગંભીર અકસ્માત, પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સના ચાલકનું મોત
હળવદ તાલુકામાં રેતી ભરેલા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સના ચાલકનું મોત કમકમાટી ભર્યું મોત થયું હતું. ખતરનાક અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સની ટેન્કમાંથી ઇંધણ રોડ પર રેલાયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) હવે CR પાટીલ બોલ્યા, "મને ખબર જ નથી કે રાજકોટમાં દર્દીઓને બેડ ને સ્વજનોને બોડી 30 કલાક સુધી મળતાં નથી!"
જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા છે. કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી ઓ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલા લીધા છે ઓનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.
વાંચો સમાચાર વિગતવાર

7) હાર્દિક પટેલની CMને અપીલ: 'અભિમાન છોડો, જનતાને બચાવો, અમારા કોંગ્રેસના 65 ધારાસભ્યોને પણ કામ આપો, અમે તૈયાર છીએ'
રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો