તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સામે જંગ:જેલમાં કેદીઓ માટે કોરોના બેરેક બનશે, નવા આવનારા કેદીને જેલની બહારની જગ્યામાં પણ રાખવા માટે તૈયારી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ પણ કેદીને જેલમાં આવતાની સાથે 15 દિવસ ક્વોરન્ટીન રાખવા માટે અલગ વ્યવસ્થા : જેલ આઈ જી

કોરોનાનો કહેર કોઈ જગ્યાએ પહોંચવાનું બાકી નથી. જેલમાં પણ કેદી અને સ્ટાફ કોરોનાનાં કારણે અસરગ્રસ્ત થઈ ગયા બાદ હવે જેલ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જેલમાં હાલ કેદીઓ માટે કોરોના બેરેક બનાવવામાં આવ્યું છે. જેલમાં નવા આવનાર કેદીઓને 15 દિવસ ફરજીયાત ત્યાં ક્વોરન્ટીન કરવામાં આવે છે.અને આવનારા દિવસોમાં મુખ્ય જેલની બહારની જગ્યામાં કેદીઓને રાખવા માટે તૈયારી કરી દેવામાં આવે છે.
કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા
અમદાવાદ સાબરમતી જેલમાં થોડા સમય પહેલા કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેલમાં અન્ય કેદીઓને કોરોનાની અસર ના થાય તે માટે જેલ તંત્ર દ્વારા હવે નવા આવનારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દરેક નવા કેદીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.
મુખ્ય જેલની બહાર ખુલ્લી જગ્યામાં કેદીઓને રખાશે
આ અંગે જેલ આઇ જી મહેશ નાયકે જણાવ્યું હતું કે,અમે નવા આવનારા કેદી માટે જેલમાં એક નવી બેરેક ફાળવી છે. જે અન્ય કેદીઓને સીધા સંપર્કમાં ના આવી શકે. જ્યારે દરેકને 15 દિવસ ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે. અને હવે અમે જો વધારે કેદી આવશે તો તેના માટે મુખ્ય જેલની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં પણ કેદીઓ માટે વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી લીધી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો