તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકટ સ્થિતિ:કોરોના અને વેક્સિનેશનને કારણે લોહીની અછત સર્જાઈ,દર્દીઓની જરૂરિયાત સામે માત્ર 30 ટકા જ બ્લડ ડોનેટ થાય છે

અમદાવાદ8 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • થેલેસેમિયા, કેન્સરગ્રસ્ત દર્દીઓ તથા અન્ય પ્લાન્ડ ઓપરેશન માટે બ્લડની જરૂરિયાતમાં વધારો થયો.
  • કોરોનાની વેક્સિન લીધા પછી 28 દિવસ સુધી બ્લડ ડોનેશન કરી શકાતુ નથી.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. લોકોમાં બ્લડ ડોનેશનને લઈને કેટલીક ગેરમાન્યતાઓને કારણે બ્લડ ડોનેશનમાં ઘટાડો થયો છે. તજજ્ઞો દ્વારા પણ લોકોમાંથી આવી ગેરમાન્યતાઓને દુર કરવા માટે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યાં છે. છેલ્લા એક મહિનાથી 18 થી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લીધા પછી તેઓ 28 દિવસ સુધી બ્લડ ડોનેટ કરી શકતા નથી. જેના કારણે અગાઉ જે બ્લડ ડોનેશન થતું હતું એ પણ ઘટી ગયું છે. હાલ જરૂરિયાત સામે માત્ર 30 ટકા જ બ્લડ ડોનેશન થઈ રહ્યું છે. જેને લઈને બ્લડ ની અછત સર્જાઈ છે.

વેક્સિન લીધા પહેલા બ્લડ ડોનેશન કરવા અપીલ
શહેરની પ્રથમા બ્લડ બેન્કના મેડીકલ ડાયરેક્ટર ડૉ રિપલ શાહે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે. પરિસ્થિતિ પહેલા કરતા હવે સામાન્ય થઈ રહી છે.18 થી 44 વયના લોકોને વેક્સિનેશન શરૂ કરે એક મહિનો વીતી ગયો છે ત્યારે લોકો એ આગળ આવીને બ્લડ ડોનેશન કરવું જોઈએ. હાલ બ્લડની જેટલી ડિમાન્ડ છે એના 30 ટકા જ બલ્ડ ડોનેશન થાય છે. એટલે તમામ લોકોની જરૂરિયાતને પહોંચી વળાતું નથી. હજી પણ ઘણા યુવાનોને વેક્સિન લેવાની બાકી છે તો તેમને અપીલ છે કે વેક્સિન લીધા પહેલા બ્લડ ડોનેશન કરે.

બ્લડ અછતની વચ્ચે હવે પોસ્ટ કોવિડના દર્દીઓને પણ બ્લડની જરૂર પડી રહી છે
બ્લડ અછતની વચ્ચે હવે પોસ્ટ કોવિડના દર્દીઓને પણ બ્લડની જરૂર પડી રહી છે

થેલેસેમિયાના દર્દીને 15 દિવસે બ્લડ બદલવું પડે
જો સામાન્ય રીતે વાત કરીએ તો થેલેસેમિયાના દર્દી, કેન્સર ગ્રસ્ત દર્દીઓ,પ્રસુતિ વખતે બ્લડ લોસ થાય તેવા દર્દીઓ અને પ્લાન્ડ ઓપરેશનના દર્દીઓને અવિરત પણે બ્લડની જરૂર પડતી હોય છે. જેમાં થેલેસેમિયાના દર્દીને દર 15 દિવસે બ્લડ બદલવું પડે છે. જેથી તેઓ જો બ્લડ ન મળે તો તેમનો જીવ જોખમ માં મુકાઈ શકે છે. આ તમામ દર્દીઓ પોતાના જીવન માટે બીજા પર નિર્ભર હોય છે. તેઓ ને બ્લડ ન મળે તો ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. આ દર્દીઓ માટે બ્લડ અછતની વચ્ચે હવે પોસ્ટ કોવિડના દર્દીઓને પણ બ્લડની જરૂર પડી રહી છે.

અમદાવાદમાં રહેતા હરીશભાઈ પટેલે 232 વાર બ્લડ ડોનેશન કર્યું છે
અમદાવાદમાં રહેતા હરીશભાઈ પટેલે 232 વાર બ્લડ ડોનેશન કર્યું છે

હરીશભાઈ પટેલે 232 વાર બ્લડ ડોનેશન કર્યું
શહેરમાં રહેતા હરીશભાઈ પટેલે 232 વાર બ્લડ ડોનેશન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં આપણે એકબીજા ને અનેક રીતે મદદરૂપ બની શકીએ છીએ. હાલની પરિસ્થિતિમાં શહેરમાં બ્લડ ડોનેશન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. મેં પોતે કોરોના મહામારીમાં બ્લડ ડોનેશન કર્યું છે. જેથી મારા ડોનેશન થી બીજાનો જીવ બચી શકે. મારી તમામ લોકોને અપીલ છે કે બ્લડ ડોનેશન કરો અને તમારા આજુબાજુ ના લોકોને પણ બ્લડ ડોનેશન કરવા અપીલ કરો તો આ બ્લડ ની અછત દૂર થાય અને તમામ જરૂરિયાત વાળા દર્દીઓને ને બ્લડ મળી રહે.