શહેર અને જિલ્લામાં કોરોનાના 2519 નવા કેસ નોંધાયા છે. શહેરમાં 2487 જ્યારે જિલ્લામાં 32 નવા કેસ નોંધાયા છે. તેમજ સતત 16માં દિવસે એકપણ મોત થયું નથી. શહેરમાં 396 અને જિલ્લામાં 14 દર્દી સાજા થયા છે. શહેરમાં છેલ્લે 24 ડિસેમ્બરે એકનું મોત થયું હતું.અત્યાર સુધીમાં કુલ 2 લાખ 54 હજાર 97 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 37 હજાર 835 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3,412 પર સ્થિર છે.
ભાજપના નેતા ધર્મેન્દ્ર શાહ કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં યોજાયેલું સંત સંમેલન પણ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યું છે. શહેર ભાજપ-પ્રમુખ અમિત પી.શાહ અને ઋત્વિજ પટેલ બાદ આજે વધુ એક નેતા પોઝિટિવ આવ્યા છે. ભાજપના પ્રદેશ સહ-કોષાધ્યક્ષ અને અમદાવાદ શહેરના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહને પણ કોરોના થયો છે. હાલ તેઓ SVP હોસ્પિટલમા સારવાર હેઠળ છે. આ સાથે જ સંત સંમેલનમાં સામેલ થયેલા અમદાવાદ શહેર ભાજપના 45 જેટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે, જેને પગલે સાધુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
134 ઘરના 514 લોકો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં
શહેરમાં આજે 15 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે, અને 14 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી 171 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. આમ હવે શહેરમાં કુલ 172 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 134 મકાનોના 514 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં સૌથી વધુ ગોતાની તીર્થ પાર્ટી પ્લોટ પાસે આવેલા વર્તિસ ટાવરના 40 ઘરોના 142 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે થલતેજના ગુરૂદ્વારા પાસે આવેલા વેસ્ટેન્ડ પાર્કના 30 ઘરોના 105 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા છે.
1 ડિસેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ડિસેમ્બર | 11 | 0 | 4 |
2 ડિસેમ્બર | 15 | 0 | 8 |
3 ડિસેમ્બર | 15 | 0 | 18 |
4 ડિસેમ્બર | 12 | 0 | 13 |
5 ડિસેમ્બર | 17 | 0 | 10 |
6 ડિસેમ્બર | 10 | 0 | 10 |
7 ડિસેમ્બર | 26 | 0 | 10 |
8 ડિસેમ્બર | 25 | 0 | 4 |
9 ડિસેમ્બર | 13 | 0 | 5 |
10 ડિસેમ્બર | 13 | 0 | 10 |
11 ડિસેમ્બર | 11 | 0 | 11 |
12 ડિસેમ્બર | 10 | 0 | 16 |
13 ડિસેમ્બર | 19 | 0 | 15 |
14 ડિસેમ્બર | 14 | 0 | 13 |
15 ડિસેમ્બર | 8 | 0 | 17 |
16 ડિસેમ્બર | 20 | 0 | 9 |
17 ડિસેમ્બર | 8 | 0 | 25 |
18 ડિસેમ્બર | 14 | 0 | 23 |
19 ડિસેમ્બર | 18 | 0 | 13 |
20 ડિસેમ્બર | 13 | 0 | 17 |
21 ડિસેમ્બર | 33 | 0 | 10 |
22 ડિસેમ્બર | 26 | 0 | 10 |
23 ડિસેમ્બર | 43 | 0 | 18 |
24 ડિસેમ્બર | 32 | 1 | 19 |
25 ડિસેમ્બર | 63 | 0 | 2 |
26 ડિસેમ્બર | 53 | 0 | 20 |
27 ડિસેમ્બર | 100 | 0 | 8 |
28 ડિસેમ્બર | 182 | 0 | 15 |
29 ડિસેમ્બર | 278 | 0 | 18 |
30 ડિસેમ્બર | 278 | 0 | 13 |
31 ડિસેમ્બર | 317 | 0 | 33 |
1 જાન્યુઆરી | 559 | 0 | 28 |
2 જાન્યુઆરી | 404 | 0 | 45 |
3 જાન્યુઆરી | 643 | 0 | 36 |
4 જાન્યુઆરી | 1,314 | 0 | 72 |
5 જાન્યુઆરી | 1,660 | 0 | 62 |
6 જાન્યુઆરી | 1,865 | 0 | 545 |
7 જાન્યુઆરી | 2,311 | 0 | 584 |
8 જાન્યુઆરી | 2567 | 0 | 566 |
9 જાન્યુઆરી | 2519 | 0 | 410 |
કુલ | 15,539 | 1 | 2765 |
વધુ 15 વિસ્તારના 134 ઘરના 514 લોકો કન્ટેઇનમેન્ટમાં મુકાયાં
છેલ્લા 24 કલાક દરમિયાન નવા 15 માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં પાંચ વિસ્તારનો સમાવેશ થાય છે. કુલ 134 ઘરોમાં 514 લોકોનો સમાવેશ થાય છે. હેલ્થ વિભાગ સોમવારથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવાશે. ગોતામાં એક વિસ્તારના 40 ઘર કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.