કોરોના અમદાવાદ LIVE / 64 દિવસ બાદ શહેર-જિલ્લામાં 200થી નીચે કેસ નોંધાયા, છેલ્લા 5 દિવસમાં ત્રણવાર 10થી ઓછા મોત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:22 PM IST

અમદાવાદ. શહેર અને જિલ્લા સહિત સતત 8મા દિવસે 250થી ઓછા એટલે કે 197 કેસ નોંધાયા છે અને 9 દર્દીના મોત થયા છે. 29 જૂનની સાંજથી 30 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 182 જ્યારે જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 120 અને જિલ્લામાં 17 દર્દી મળીને કુલ 137 ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 20,913 જ્યારે મૃત્યુઆંક 1,441 થયો છે. તેમજ શહેર-જિલ્લામાં કુલ 15,967 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આ પહેલા 28 એપ્રિલે અમદાવાદ શહેર અને જિલ્લામાં 164 કેસ નોંધાયા હતા. આમ 64 દિવસ બાદ 24 કલાકમાં નોંધાયેલા કેસોનો આંકડો 200ની નીચે ગયો છે.

5 દિવસમાં 3 વાર 10થી નીચે મોત નોંધાયા
શહેરમાં લગભગ બે મહિના પછી છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો આંકડો 200 નીચે જઈ રહ્યો હતો જે આજે ફરી 200ને પાર થયો છે. આ પહેલા 27 જૂને 197 અને 28 જૂને 198 કેસ નોંધાયા હતા. 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 દર્દીના મોત થયા છે. આમ 5 દિવસમાં ત્રણવાર 10થી ઓછા મોત નોંધાયા છે.

વિરાટનગર વોર્ડના કોર્પોરેટર રણજીતસિંહ બારડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં આજે વધુ એક કોર્પોરેટરને કોરોના થયો છે. કોંગ્રેસના વિરાટનગર વોર્ડના કોર્પોરેટર રણજીતસિંહ બારડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક આ રીતે ઘટ્યાં

મહિનો તારીખ કેસ મોત
માર્ચ 2020 21 05 00
25 01 01
30 01 00
એપ્રિલ 2020 5 08 00
10 55 00
15 78 03
20 152 06
25 182 03
26 178 19
30 249 12
મે 2020 1 267 16
10 278 18
20 271 26
30 284 24
જૂન 2020 5 324 30
15 327 23
20 306 16
23 235 15
24 215 15
25 238 12
26 219 08
27 211 12
28 211 13
29 236 9
30 197 9

છેલ્લા 16 દિવસમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખ નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
15 જૂન 327 23 225
16 જૂન 332 21 235
17 જૂન 330 22 223
18 જૂન 317 22 281
19 જૂન 312 21 206
20 જૂન 306 16 418
21 જૂન 273 20 427
22 જૂન 314 16 401
23 જૂન 235 15 421
24 જૂન 215 15 401
25 જૂન 238 12 216
26 જૂન 219 08 210
27 જૂન 211 12 218
28 જૂન 211 13 181
29 જૂન 236 9 171
30 જૂન 197 9 137
કુલ આંક 4273 254 4371

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી