કોરોના અમદાવાદ LIVE / શહેરમાં 24 કલાકમાં 277 નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 10 હજારને પાર, 24ના મોત, મૃત્યુઆંક 669

Corona Ahmedabad LIVE, total positive case 9,724 and death toll at 645
X
Corona Ahmedabad LIVE, total positive case 9,724 and death toll at 645

  • અમદાવાદ જિલ્લામાં કોરોનાનાં વધુ પાંચ કેસ નોંધાયા
  • કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વાસણા અર્બન હેલ્થ સેન્ટરની વધુ એક આશાવર્કર પણ કોરોનાગ્રસ્ત
  • ઈસનપુરના PSI કે.એમ. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:29 PM IST

અમદાવાદ. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 277 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 10 હજાર વટાવીને 10001 થઈ ગયો છે. જ્યારે 24 દર્દીના મોત થયા છે અને 206 દર્દી સાજા થયા છે. આમ કુલ મૃત્યુઆંક 669 અને અત્યાર સુધીમાં 3,864 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન જયતીલાલ પરમારને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દસક્રોઈમાં બે, સાણંદમાં બે અને ધંધુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો
અમદાવાદ જિલ્લામાં કોરોનાનાં વધુ પાંચ કેસ નોંધાયા છે. દસક્રોઈમાં આવેલા કઠવાડા અને ગતરાડ, સાણંદમાં બે અને ધંધુકામાં એક એમ મળી પાંચ કેસ નોંધાતા જિલ્લામાં કેસનો આંકડો 155 પર પહોંચ્યો છે. જિલ્લામાં 9 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે જ્યારે 122 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલિસ કોન્સ્ટેબલ કોરોના મુક્ત થઇ ફરજ પર પરત ફર્યા
એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વે રાઇટર તરીકે ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલ પ્રદિપકુમાર હીરાભાઇ પંડ્યા કોરોના મુક્ત થતાં અને ક્વોરન્ટીન સમય પૂર્ણ થતાં શનિવારે તેઓ ફરજ પર હાજર થતાં તેમને અધિકારીઓ અને કર્મચારીઓએ આવકાર્યા હતાં.  પોલિસ કોન્સ્ટેબલ પ્રદિપકુમાર પુત્ર અને પત્ની પણ કોરોના પોઝિટિવ બન્યા હતાં અને તેઓ પણ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે
શાહીબાગના સરકારી ગોદામમાં દાળ વિભાગના મેનેજર સહિત 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શહેરના શાહીબાગ ખાતેના સરકારી ગોદામમાં દાળ વિભાગના મેનેજર સહિત સાથે 6 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. પખવાડિયા પહેલાં સિટી ગોદામના મેનેજર વિભાગ-2 અને એક મજુરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આજે ગોદામના મુખ્ય કોન્ટ્રાક્ટર અને ગોદામના ગેટકીપર સહિત છ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ તમામ કર્મચારીની તબીબી ચકાસણી કરવામાં આવે તો વધુ કેસો બહાર આવી શકે છે. તેમજ ગોદામમાં કામ કરતા અડધા કોન્ટ્રાક્ટરના મજુરો કામ કરવાથી અળગા થઈ ગયા હતા.
ઈસનપુરના PSI કે.એમ. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં આજે વધુ એક પોલીસ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઈસનપુરના PSI કે.એમ. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નરોડા શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

કોર્પોરેટર યશવંત યોગી

.
કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વાસણા અર્બન હેલ્થ સેન્ટરની વધુ એક આશાવર્કર પણ કોરોનાગ્રસ્ત
શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોનાગ્રસ્ત થયા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તેમને મેમકો કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વાસણા અર્બન હેલ્થ સેન્ટરની વધુ એક આશાવર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ વાસણા અર્બન હેલ્થ સેન્ટરના કુલ 6 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.


AMC-SVPની ગંભીર બેદરકારી, આખો પરિવાર કોરોનાનો ભોગ બન્યો, બે દિવસ સુધી ટેસ્ટ પોઝિટિવ હોવાની જાણ જ ન કરી

કોરોનાનાં કેસો સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધી રહ્યા છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું દર્દીઓને જાણ કરવાથી લઈ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે SVP હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને SVP હોસ્પિટલએ પહેલાં  કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતાં. 8 કલાક બાદ મોડી રાતે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી, તમારો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે કહી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના પુત્રના રિપોર્ટ મામલે પણ બે દિવસ સુધી જાણ કરી ન હોતી અને તેના સંક્રમણના કારણે આખો પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી