તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવાછતાં શહેરમાં કોરોના કાબૂમાં આવતો નથી. શહેરમાં 11મેની સાંજથી 12મેની સાંજ સુધીમાં કોરોનાના 267 નવા કેસ સામે આવ્યા છે અને 21ના મોત થયા છે જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં 6,353 કેસો અને મૃત્યુઆંક 421 થયો છે. જ્યારે 1874 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
અમદાવાદથી નવી દિલ્હી જવા ટ્રેન રવાના, 41 પેસેન્જરોનું તાપમાન 100થી ઉપર આવતા ટ્રેનમાં ન બેસવા દીધા
કેન્દ્ર સરકાર દ્વારા આજથી ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અમદાવાદથી નવી દિલ્હીની ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 6.25એ રવાના થઈ હતી. સ્ટેશનની બહાર જ તમામ પેસેન્જરોનું સોશિયલ ડિસ્ટન્સ સાથે થર્મલ ગનથી સ્કેનિગ કરવામા આવ્યું હતું. જેમાં 41 પેસેન્જરોનું તાપમાન 100 ઉપર આવતાં તેઓને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. 100થી નીચે જે પેસેન્જરનું તાપમાન હોય તેને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 1000 જેટલા પેસેન્જરો ટ્રેનમાં દિલ્હી ગયા હતા. થર્મલ ગનથી ચેકિંગ દરમ્યાન જે 41 પેસેન્જરનું 100 ઉપર તાપમાન આવતા તેઓને બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ફરીથી ત્રણ વાર તેમનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું પરંતુ તેઓનું તાપમાન યથાવત રહ્યું હતું જેથી તેમને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા ન હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.
અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
લોકડાઉનનનું પાલન કરાવવા માટે સતત ખડેપગે રહેલા પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ 100થી વધારે પોલીસકર્મીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરાના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓએ 2 દિવસ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. પોઝિટિવ આવતા પીઆઈને એક હોટેલમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. હાલમાં તેઓ સ્વસ્થ છે.
બોપલ-ઘુમામાં શાકભાજીના ફેરિયા અને દુકાનદારોને મેડિકલ ચેકઅપ કરી ફોટો સાથે હેલ્થ કાર્ડ અપાશે
અમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી અને મેડીકલ તેમજ કરીયાણાની દુકાનદારોથી વાઇરસ ફેલાય છે. જેને લઈ બોપલ અને ઘુમામાં શાકભાજી અને દુકાનદારોને મેડિકલ ચેકઅપ કરી ફોટો સાથે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેમાં અલગ અલગ તારીખે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 12 અને 13 તારીખે મેડિકલ સ્ટોર્સધારકો, 14 અને 15 તારીખે દૂધની દુકાનવાળા, 15 અને 16 તારીખે કરીયાણા ની દુકાનવાળા અને 17તારીખ થી શાકભાજીની લારી વાળાનું સ્ક્રિનિંગ કરી કાર્ડ આપવામાં આવશે.
SVP હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં PPE કીટ ન મળવા મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરો- નર્સિંગ સ્ટાફની હડતાળ સમેટાઈકોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો. ત્યાર બાદ એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયો હતો. ત્યાર બાદ હડતાળ સમેટાઈ ગઈ હતી.
હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ત્રણ સુપર સ્પ્રેડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં શાકભાજી વેચતા ત્રણ સુપર સ્પ્રેડર એવા શાકભાજીના ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને પગલે ત્રણેયને સિવિલ કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ શાકભાજીના ફેરિયાઓની શાકભાજી વેચવાના લાયસન્સ માટે આરોગ્યની ચકાસણી કરાવમાં આવી હતી. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધુ ડિલિવરી સ્ટાફનું સ્ક્રીનિંગ શરૂ
શહેરમાં 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ કરવામાં આવનાર છે. ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે ડિલિવરી સ્ટાફનું આજથી સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોમાં સોશિયલ ડીસ્ટન્સિગ જળવાય તે રીતે તેઓને સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની વેલિડિટી 7 દિવસ સુધી રહેશે.
અમદાવાદથી 51 દિવસ બાદ પહેલી સ્પેશિયલ ટ્રેન દિલ્હી રવાના થશે
રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. 22 માર્ચ બાદ પહેલી સ્પેશિયલ ટ્રેન આજે સાંજે 6.20 વાગ્યે સાબરમતીથી ઉપડશે. માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં. આવા યાત્રિકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહીં.
અત્યાર સુધી સિવિલમાં 250, SVPમાં 96 મોત
શહેરમાં કોવિડની સારવાર સિવિલ અને એસવીપીમાં થાય છે. શહેરમાં કુલ 400 દર્દીના મોત થયા છે. જેમાં 250થી વધુ મોત માત્ર સિવિલમાં જયારે 96 મોત એસવીપી થયા છે. અન્ય મોત સોલા સિિવલ, ગુજરાત કેન્સર સોસાયટી, નારાયણી સહિતની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.