કોરોના અમદાવાદ LIVE / શહેરમાં પહેલીવાર નવા કેસ ઓછા, ડિસ્ચાર્જ વધુઃ કોરોનાથી 21 વર્ષની સગર્ભા સહિત 26નાં મોત, નવા 275 પોઝિટિવ કેસ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • વધુ 26 લોકોના મોત સાથે મૃત્યુઆંક 645 થયો
  • જમાલપુરને કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવા ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:28 AM IST

અમદાવાદ. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે.  મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં સૌથી વધુ 5 દર્દીઓના મૃત્યુ ગોમતીપુર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે દાણીલીમડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં 3 -3 દર્દીઓના મોત નીપજ્યાં છે.
26માંથી મોત કોરોનાને કારણે થયા
આ ઉપરાંત વટવા, સૈજપુર બોઘા, ઇસનપુર, બહેરામપુરા, નવરંગપુરા, સરસપુર-રખિયાલ, શાહપુર, ચાંદખેડા, અસારવા, મણિનગર, દરિયાપુર, વિરાટનગર, અમરાઇવાડી, ઇન્ડિયાકોલોની અને સ્ટેડિયમ વોર્ડમાં 1 -1 દર્દીના મોત થયા છે. 26માં 7 વ્યક્તિ 50 વર્ષ કે તેથી નીચેની ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 26માંથી 10નાં મોત માત્ર કોરોના વાઈરસના કારણે તેમજ 16ને કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. શહેરમાં માત્ર એક દિવસ માટે કેસનો આંકડો 250થી નીચે ગયો હતો.
મધ્ય ઝોનમાં સૌથી વધુ  2646 કેસ, 267 મોત
હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોનમાં અત્યાર સુધી સૌધી વથુ 2646 કેસ નોંધાયા છે.  ત્યારબાદ દક્ષિણ ઝોનમાં 2087, ઉત્તર ઝોનમાં 1298, પૂર્વ ઝોનમાં 966, પશ્ચિમ ઝોનમાં 943, ઉ. પશ્ચિમ ઝોનમાં 298, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 359 કેસ નોંધાય છે. જ્યારે સૌથી વધુ 267 મૃત્યુ મધ્ય ઝોનમાં નોંધાયા છે. ત્યાર પછી દક્ષિણ ઝોનમાં 128 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર ઝોનમાં 74, પૂર્વમાં 73 અને પશ્ચિમ ઝોનમાં 47 જ્યારે દ. પશ્ચિમમાં 15 અને ઉ. પશ્ચિમમાં 8 દર્દીના મૃત્યુ થયા છે. 
જમાલપુરને નોન-કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરવા ખેડાવાલાની માગ
હાલ શહેરમાં કુલ એક્ટિવ કેસ 5421 છે. રેડ ઝોનમાં ગણાતા જમાલપુર વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસ ઘટવાની શરૂઆત થઈ છે. ત્યારે ત્યાંના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવા માગ કરી છે. તેમણે છેલ્લા કેટલાક દિવસના પોઝિટિવ આંકડા રજૂ કરી રાજ્ય સરકારને જમાલપુર વિસ્તાર કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવે તેવી રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે 18મી મેના દિવસે 4, 19મી મેના દિવસે 2, 20મી મે એ 3 અને 21મી મેના દિવસે 1 જ પોઝિટિવ કેસ જમાલપુર વિસ્તારમાં નોંધાયો છે.

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250) 
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349) 
6 મે 380 (291) 
7 મે 388 (275) 
8 મે 390 (269) 
9 મે 394(280)
10 મે 398 (278) 
11 મે 347 (268)
12 મે 362 (267) 
13 મે 364 (292) 
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 363(275)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી