કોરોના અમદાવાદ LIVE:શહેરમાં કોરોનાના 284 નવા કેસ અને 24ના મોત, 518 ડિસ્ચાર્જ, કુલ કેસ 11,881 અને મૃત્યુઆંક 822

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં 29મેની સાંજથી 30મેની સાંજ સુધીમાં કોરોનાના 284 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મૃત્યુ થયા છે અને 518 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,881 અને કુલ મૃત્યુઆંક 822 થયો છે. જ્યારે 6,317 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. 

AMCના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્રનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, SVPમાં સારવાર હેઠળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્ર અર્પણ શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંને પિતા પુત્રને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિનેશ શર્માને કોરોનામાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી દરમયાન ચેપ લાગ્યો હોય શકે છે અને તેમના સંક્રમણથી તેમના પુત્રને પણ લાગ્યો હોય શકે છે. પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. દિનેશ શર્મા ઈન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે. કોર્પોરેશનના 7 જેટલા કોર્પોરેટરો હાલમાં કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...