કોરોના અમદાવાદ LIVE:શહેરમાં કોરોનાના 253 નવા કેસ અને 18 મોત, 468 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 11,597  અને મૃત્યુઆંક 798 

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે અને 468 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,597  અને કુલ મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. 

સાણંદના મોડાસર ગામમાં રહેતા ઈન્ટાસ કંપનીના બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સાણંદ તાલુકાના મોડાસર ગામે રહેતા અને ઈન્ટાસમાં નોકરી કરતા બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા મોડાસર ગામે રહેતા 22 કોન્ટ્રાકટ કામદારોનું કોવિડ -19 માટે પરીક્ષણ કરાયું હતું. આમાંના મોટાભાગના એસિમ્પટમેટિક હતા અને તેમાંથી બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે
ઇન્ટાસે એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જેની સાથે સંસ્થાએ તેના કર્મચારીઓની સંભાળ રાખવા માટે પહેલેથી જ કરાર કરાયો છે. તદુપરાંત, કંપનીએ કર્મચારીઓ માટેના તબીબી લાભો પણ સક્રિય રીતે બમણા કરી દીધા છે અને કરાર વર્કફોર્સ માટે રૂ. 2.5 લાખ સુધીની વધારાની સહાય કરવામાં આવે છે જેથી તેઓ આ રોગચાળાના સમયમાં શ્રેષ્ઠ સારવાર મેળવી શકે.

અન્ય સમાચારો પણ છે...