બહેરામપુરા વોર્ડના ભાજપ યુવા મોરચા કારોબારી સભ્ય જીજ્ઞેશભાઈ સહેગલનું કોરોના વાઇરસને કારણે મોત નીપજ્યું છે. શહેરમાં આજે નવા 291 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 25 દર્દીના મોત નીપજ્યાં છે અને અત્યાર સુધીમાં કુલ 298 દર્દીના મોત નીપજ્યાં છે. આ ઉપરાંત આજે 74 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (આરોગ્ય વિભાગે પહેલા જે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં અમદાવાદના કુલ દર્દીની સંખ્યા 4735 દર્શાવવામાં આવી હતી. જે પાછળથી સુધારેલી પ્રેસનોટમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 4716 દર્શાવવામાં આવ્યો છે.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરશે. શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજ રાતથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે.આ આદેશનો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ શહેરીજનો કરિયાણું અને અન્ય ચીજ વસ્તુઓ લેવા દોડ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, 48 કલાકમાં અમદાવાદમાં ડૉક્ટર્સે ખાનગી દવાખાના ખોલવા પડશે, જો નહીં ખોલે તો લાયસન્સ રદ્દ કરાશે.
AMC તમામ સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનએ તમામ સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય લીધો છે જેના ભાગ રૂપે દુકાનો તથા ધંધાકીય એકમો જેવા કે દવા, દૂધ, કરીયાણા, સુપર માર્કેટ ફળ તથા શાકભાજી વગેરેના વેપારીઓને કોર્પોરેશનએ જણાવ્યુ છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ સાવચેતીના પગલાના ભાગ રૂપે દુકાનના માલિક તથા કર્મયારીઓના મેડીકલ સ્કીનીંગ સવારે 10 વાગ્યાથી કોર્પોરેશનની સંબંધિત વોર્ડ ઓફીસમાં ફરજીયાતપણે કરાવવાનાં રહેશે. તમામ દુકાનદાર, વેપારીઓએ વોર્ડ ઓફિસમાં જઈ મેડિકલ ચેકઅપ કરાવવાનું રહેશે.
APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ મોકૂફ, રાજ્યના અન્ય સ્થળોએ વિતરણ થશે
આવતીકાલથી રાજ્યના APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થવાનો છે. અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ વિતરણ હાલ પૂરતું મુલત્વી રાખવામાં આવ્યું છે. આ અનાજ વિતરણની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. રાજ્યના અન્ય સ્થળોએ આવતીકાલથી આગાઉ જાહેર થયા મુજબની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે.
દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરાશે
તેમજ તમામ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમિયોપેથિક દવાઓ NGOની મદદથી વહેંચાશે.
અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત
અમદાવાદમાં પેરા મિલિટરી ફોર્સનો ઉપયોગ કરાશે. રેડ ઝોનમાં વધુ સઘન વ્યવસ્થા કરાશે. BSFની 4 કંપની જ્યારે RAFની એક કંપની ફાળવવામાં આવી છે. અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત રહેશે. શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. 8 પેરામિલિટરી ફોર્સના અભેદ્ય કિલ્લાથી ચાંપતી નજર રખાશે.
વધુ 7 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર
G.C.S હોસ્પિટલ(નરોડા રોડ), કોઠીયા હોસ્પિટલ(નિકોલ), શુશ્રૂષા હોસ્પિટલ(નવરંગપુરા), નારાયણી હોસ્પિટલ(રખિયાલ), પારેખ હોસ્પિટલ(શ્યામલ ચાર રસ્તા), બોડીલાઈન હોસ્પિટલ(પાલડી), જીવરાજ મહેતા હોસ્પિટલ(વાસણા)ને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.
6મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
ડો. રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારની અઘ્યક્ષતામાં બેઠક
કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે ડો. રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપી છે અને મ્યુનિસિપલ વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટાઈન થતાં મુકેશકુમારને ચાર્જ સોપાયો છે. આજે ડો. રાજીવ ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અઘ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી અને કોરોનાને કાબૂમાં લેવા રણનીતી નક્કી કરી હતી.
શહેરમાં વધુ એક પુરવઠા વિભાગના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં વધુ એક પુરવઠા વિભાગના અધિકારી વી.બી. ચોક્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વસ્ત્રાલના મહેસૂલ ભવનમાં કાર્યરત વટવા ઝોનલની પુરવઠા કચેરીમાં ફરજ પર હતા. રાજ્ય સરકારે ગાંધીનગરમાં રહેતા આ GST અધિકારીને વિના મુલ્યે વિતરણ કરાતા અન્નબહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે ટીમના વડા તરીકે કરી નિમણૂંક કરી હતી. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વટવા ઝોનલ કચેરીનો સ્ટાફ પણ આ અન્નબહ્મ યોજનાની ટીમમાં તેમની સાથે કાર્યરત હોવાથી તેઓ પણ સંક્રમિત થયા હોવાની આશંકા છે. આ પહેલા 5મેના રોજ બોપલમાં રહેતા અને પુરવઠા વિભાગની રખિયાલ ઝોનલ કચેરીના સિનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
સમસર હોસ્ટેલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, દર્દીઓ મુશ્કેલીમાં
કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતાં પોઝિટિવ આવેલા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે. સમરસ હોસ્ટેલમાં દર્દીઓને સરખી સુવિધાઓ ન અપાતી હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. હોસ્ટેલમાં કોઈ જ સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. દરેક જગ્યાએ ગંદકી જોવા મળે છે અને પાણીની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. 15 દિવસ સુધી જે વ્યક્તિને લક્ષણ નથી બે બે વાર રિપોર્ટ બાદ પણ કોઈ જવાબ અપાતો નથી. દર્દીઓ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેશનમાં રહેવા તૈયાર છે છતાં સમરસમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનના IAS કક્ષાના અધિકારીને સમરસ હોસ્ટેલનો જવાબદારી આપવામાં આવી છે પરંતુ તેઓ પણ આ મામલે કોઇ ધ્યાન આપતા નથી.
અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ (05-05 સુધીના આંકડા)
વોર્ડ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
ખાડિયા | 426 | 41 | 12 |
અસારવા | 141 | 07 | 02 |
દરિયાપુર | 173 | 53 | 12 |
જમાલપુર | 702 | 77 | 61 |
શાહપુર | 172 | 22 | 02 |
શાહીબાગ | 63 | 01 | 02 |
મધ્ય ઝોન કુલ | 1677 | 201 | 91 |
નવાવાડજ | 51 | 07 | 01 |
નારણપુરા | 52 | 09 | 05 |
સ્ટેડિયમ | 31 | 00 | 01 |
વાસણા | 32 | 06 | 02 |
પાલડી | 53 | 03 | 01 |
રાણીપ | 26 | 01 | 00 |
સાબરમતી | 27 | 02 | 00 |
ચાંદખેડા | 39 | 04 | 02 |
નવરંગપુરા | 58 | 16 | 02 |
પશ્ચિમ ઝોન કુલ | 369 | 48 | 14 |
બોડકદેવ | 33 | 11 | 03 |
થલતેજ | 19 | 03 | 00 |
ગોતા | 40 | 03 | 02 |
ચાંદલોડિયા | 17 | 03 | 00 |
ઘાટલોડીયા | 16 | 05 | 00 |
ઉ. પશ્ચિમ ઝોન કુલ | 125 | 25 | 05 |
જોધપુર | 48 | 06 | 01 |
વેજલપુર | 45 | 02 | 00 |
સરખેજ | 15 | 04 | 01 |
મકતમપુરા | 27 | 08 | 01 |
દ. પશ્ચિમ ઝોન કુલ | 135 | 20 | 03 |
કુબેરનગર | 43 | 02 | 00 |
બાપુનગર | 68 | 02 | 01 |
સરસપુર | 164 | 02 | 04 |
ઠક્કરનગર | 26 | 01 | 01 |
સૈજપુર | 28 | 00 | 00 |
ઇન્ડિ. કોલોની | 28 | 02 | 02 |
સરદારનગર | 19 | 02 | 01 |
નરોડા | 64 | 05 | 01 |
ઉત્તર ઝોન કુલ | 440 | 16 | 10 |
ભાઈપુરા | 33 | 01 | 00 |
અમરાઈવાડી | 51 | 05 | 00 |
ગોમતીપુર | 123 | 02 | 08 |
વિરાટનગર | 26 | 01 | 01 |
ઓઢવ | 25 | 07 | 01 |
નિકોલ | 26 | 04 | 01 |
વસ્ત્રાલ | 34 | 02 | 01 |
રામોલ | 20 | 02 | 01 |
પૂર્વ ઝોન કુલ | 338 | 24 | 13 |
ઇન્દ્રપુરી | 26 | 02 | 00 |
દાણીલીમડા | 292 | 33 | 07 |
ખોખરા | 24 | 05 | 00 |
ઇસનપુર | 79 | 09 | 01 |
મણિનગર | 155 | 16 | 05 |
બહેરામપુરા | 380 | 46 | 10 |
વટવા | 48 | 05 | 03 |
લાંભા | 51 | 06 | 01 |
દક્ષિણ ઝોન કુલ | 1055 | 122 | 27 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.