કોરોના અમદાવાદ LIVE:શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગોમતીપુર, સરસપુર-અસારવા પણ રેડ ઝોનમાં સામેલ
  • આજે વધુ 83 દર્દીને રજા આપવામાં આવતા કુલ 399 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં
  • માલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર, સરસપુર અને અસારવા રેડ ઝોન
  • આજથી ફેરિયાઓ-દુકાનદારો માટે માસ્ક ફરજીયાત, AMCનું તમામ વોર્ડમાં ચેકિંગ, બોડકદેવનું અમૂલ પાર્લર સીલ
  • 1326 વ્યક્તિને રૂપિયા 3 લાખ 83 હજાર 500નો દંડ ફટકારવામાં આવ્યો

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 267 નવા કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં આજે સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ 3293 કુલ પોઝિટિવ કેસ થયા છે. આ ઉપરાંત આજે 16 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 83 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે લોકડાઉનના ભંગ બદલ મણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના પહેરતા અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી કડક પગલા ભરવામાં આવ્યા હતા.

કયા ઝોનમાં કેટલા કેસ?

ઝોનએક્ટિવ કેસ
સેન્ટ્રલ ઝોન1044
સાઉથ ઝોન636
નોર્થ ઝોન253
વેસ્ટ ઝોન223
ઇસ્ટ ઝોન204
નોર્થ-વેસ્ટ ઝોન56
સાઉથ-વેસ્ટ ઝોન54
કુલ 2470

1 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ગોમતીપુર, સરસપુર-અસારવા પણ રેડ ઝોનમાં સામેલઃ AMC કમિશનર

શહેરમાં કોરોનાની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજથી શહેરમાં ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને પગલે 20 હજાર 270 માસ્ક અને 4054 સેનેટાઈઝર બોટલનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમજ 327 શાકભાજીની લારી કે દુકાનો પર બોર્ડ લગાવ્યા છે. નવા નિયમનો 104 ટીમ દ્વારા અમલ કરવાવામાં આવી રહ્યો છે, બે કલાકમાં 1326 વ્યક્તિને રૂપિયા 3 લાખ 83 હજાર 500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 4 યુનિટ સીલ કર્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ રેડ ઝોનમાં સામેલ હતા. પરંતુ ઝોન અંગે ફરી સમીક્ષા કરતા કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગોમતીપુર, સરસપુર અને અસારવા વોર્ડને પણ રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

કુલ 28034 ટેસ્ટ કર્યાં, 10 લાખની વસતિએ 4672 ટેસ્ટ થઈ રહ્યાં છેઃ વિજય નેહરા
વિજય નહેરાએ વધુમાં કહ્યું કે શહેરમાં કુલ 249 નવા કેસ નોંધાયા છે અને 12ના મોત થયા છે. જો કે સારા સમાચાર એ પણ છે કે એક જ દિવસમાં 81 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 412 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હાલ શહેરમાં 2470 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 વેન્ટીલેટર પર અને 2424ની હાલત સ્થિર છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 28034 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ 10 લાખની વસતિએ 4672 ટેસ્ટ થઈ રહ્યાં છે.

3 લાખ 70 હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કર્યું, 7 સુુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટિવ

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે,10થી વધુ તબીબો લોખંડવાલા હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર છે. જેને પગલે આજથી જ કામ શરૂ કરી શકાશે. હવે કોરોનાના દર્દીને લોખંડવાલા હોસ્પિટલમાં પણ સારવાર મળી શકશે. તેમજ શહેરમાં 553 ટીમે 83 હજાર જેટલા ઘરનો સર્વે કર્યો છે અને 3 લાખ 70 હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરની વાત કરીએ તો 144 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ 

આજથી શહેરમાં દુકાનદારો, ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેને રૂ. 5000નો અને ફેરિયાઓને રૂ. 2000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે સુપરમાર્કેટ્સને રૂ.50 હજારનો દંડ ફટકારાશે. જેને પગલે AMCએ શહેરના 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ મારવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો લાયસન્સ પણ રદ થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા દુકાનદારોને માસ્ક પહેરવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જો દુકાનદાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો કોર્પોરેશન તેનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ રદ કરી શકે છે. આજે સવારથી કોર્પોરેશનની ટીમો ચેકિંગમાં નીકળી છે. બોડકદેવ વિસ્તારમાં લાઉડસ્પીકરથી દુકાનદારોએ માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. દુકાનદાર, શાકભાજી, ફેરિયાઓએ માસ્ક નહિ પહેર્યું હોય તેને દંડ ફટકારશે.

અમદાવાદ જિલ્લામાં વધુ 4 કેસ નોંધાતા કુલ 37 કેસ
કોરોના વાઇરસનો ફેલાવો હવે જિલ્લામાં પણ પ્રસર્યો છે. ગુરુવારે અમદાવાદ જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ બાદ આજે બોપલમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. બોપલમાં આવેલ કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાનો રિપોર્ટ બપોર બાદ આવશે. વધુ બે કેસ નોંધાતા બોપલમાં કુલ પાંચ કેસ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 37 કેસ થયા છે. 

અન્ય સમાચારો પણ છે...