કોરોના અમદાવાદ LIVE:SVP હોસ્પિટલમાંથી એક સાથે 40 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, કુલ પોઝિટિવ કેસ 3026, કુલ મોત 149

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકસાથે 40 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા - Divya Bhaskar
એકસાથે 40 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • હાલ 9 દિવસનો ડબલિંગ રેટ, જો આ જ રેટ રહેશે તો 5 મે સુધીમાં 10-15 હજાર કેસ જ થશે: AMC કમિશનર
  • હજુ 3 મે સુધીમાં 11 કે 12 દિવસનો ડબલિંગ રેટ કરવો છેઃ વિજય નેહરા
  • હાલ શહેરમાં 2314 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 વેન્ટીલેટર પર અને 2286 સ્ટેબલ
  • આવતીકાલથી શહેરમાં માસ્ક ન પહેરનારા દુકાનદારો, સુપરમાર્કેટ્સ અને ફેરિયાઓ દંડાશે
  • એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 % થી 8 % થયો

શહેરમાં આજે નવા 249 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. શહેરમાં અત્યાર સુધી કુલ 3026 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 12 દર્દીના મોત સાથે કુલ 149 દર્દીઓ મોતને ભેટ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 316 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાંથી કુલ 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.

30 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

બોપલમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા

બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગાશાબેન શાહે ટ્વિટ કર્યું છે કે, બોપલના કદમ ફ્લેટમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 ટકા હતો જે હવે 8 ટકા થઈ ગયો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોનાની અપડેટ આપતા જણાવ્યું કે, હાલ શહેરમાં કેસ ડબલિંગ રેટ હવે 9 દિવસનો થઈ ગયો છે. હવે 9માં દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે. એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 ટકા હતો જે હવે 8 ટકા થઈ ગયો છે. છે. જો આ રેટ જળવાશે તો આપણ સારવાર કરવામાં પહોંચી વળીશું. જેને 7, 6 અને 5 ટકાએ લઈ જવા પ્રયાસ કરીશું. 17 એપ્રિલે 517 કેસ સારવાર હેઠળ હતા, જે 20 એપ્રિલે એટલે કે ત્રણ જ દિવસમાં ડબલ થઈને 1162 થઈ ગયા હતા. પરંતુ 20 એપ્રિલના 1162 કેસ 29 એપ્રિલે 2314 કેસ થયા આમ 9 દિવસે ડબલ થયા છે. જો આ જ રેટ રહેશે તો 15 મેની આજુબાજુ 10થી 15 હજાર કેસો જ થશે. હજુ 3 મે સુધીમાં 11 કે 12 દિવસનો ડબલિંગ રેટ કરવો છે. 

3 મહિનાને બદલે 15 દિવસમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક ઉભી કરી
મ્યુનિસિપલ કમિશનરે આગળ જણાવ્યું કે, ગઈકાલે એસવીપીમાંથી 14 અને સમરસમાંથી 34 મળીને કુલ 51 દર્દીને રજા આપી છે. આજે SVPમાંથી વધુ 40 દર્દીને રજા અપાશે. એસવીપીમાં અત્યાર સુધીમાં 1000 દર્દીએ સારવાર લીધી છે. જેમાં અમુક ડિસ્ચાર્જ થયા છે અને અમુકની સારવાર ચાલી રહી છે. જેના માટે ઓક્સિજન સપોર્ટ મહત્વપૂર્ણ છે. જેથી આપણે સેંકડો સિલિન્ડરની જરૂર પડે છે. આપણે તાત્કાલિક લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક ઉભી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણથી ચાર મહિનાનું કામ એસવીપીની ટીમે 15 દિવસમાં કર્યું છે. એક કરોડના ખર્ચે આ વ્યવસ્થા કાર્યરત થઈ ગઈ છે. 20 હજાર લિટર જેટલું ઓક્સિજન આવી શકે છે. એક જ ટેન્કમાં બે હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી શકાય છે.

હાલ 10 લાખની વસતિએ 4,462 ટેસ્ટ થઈ રહ્યાં છે
જ્યારે આંકડાકીય વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, હાલ શહેરમાં 2314 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 વેન્ટીલેટર પર અને 2286 સ્ટેબલ છે. ટેસ્ટિંગ અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં 26,770 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ 10 લાખની વસતિએ 4,462 ટેસ્ટ થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં શહેરમાં 313 વ્યક્તિ ડિસ્ચાર્જ થયા છે અને 135ના મોત થયા છે. આજ સુધીમાં 2762 કેસ નોંધાયા છે. 

લોખંડવાલા હોસ્પિટલ કોરોનાની ફ્રી સારવાર અને બે ટાઈમ જમવાનું આપશે
દરિયાપુર દરવાજા પાસે ટ્રસ્ટ ઈશા ફાઉન્ડેશન સંચાલિત લોખંડવાલા હોસ્પિટલનું ટ્રસ્ટીઓ સાથે વાત કરી આવતીકાલથી AMC સાથે મળીને કોવિડ હોસ્પિટલ તરીકે સંચાલન શરૂ થશે. આ હોસ્પિટલ આપવા બદલ હું તેના વડા મૌલાના હબીબનો આભાર માનુ છું. આ હોસ્પિટલ વિના મૂલ્યે કોરોનાના દર્દીઓને સારવાર આપશે. જેમાં પેરામેડિકલ અને તબીબ સ્ટાફ રહેશે અને હોસ્પિટલ દ્વારા બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ કોર્પોરેશન પણ તેને માસ્કથી લઈ તમામ પ્રકારની મદદ કરશે.
આવતીકાલથી માસ્ક ન પહેરનારા દુકાનદારો, ફેરિયાઓ અને સુપરમાર્કેટ્સને દંડ

શહેરમાં આવતીકાલથી (1 મે)માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે.

નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસો વધવા લાગ્યા
હીરાબાગ સોસાયટીમાં 1 પોઝિટિવ કેસ, ઘાટલોડીયા ગામમાં 3, ચાણક્યપુરી સેક્ટર 3માં 1, અપેક્ષા ફ્લેટ 1, ભૂમિનગર ટેલિફોન એક્સચેન્જની સામે ઔષધ ગાર્ડનના ગેટમેનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત સંજય નગર પાસે પણ 1 કેસ આવતા પતરાં લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...