તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:કુવૈતમાં ફસાયેલા 177 પ્રવાસીઓ પરત ફર્યાં, સ્પેશિયલ વિમાન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યાં

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુવૈતથી પરત ફરેલા પ્રવાસીઓ - Divya Bhaskar
કુવૈતથી પરત ફરેલા પ્રવાસીઓ
  • AMCના આસિ.કમિશનર અને વાડજ વોર્ડના ટેકનિકલ સુપરવાઈઝરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ અને એકનું મોત, કુલ 121 કેસ અને મૃત્યુઆંક 4 થયો
  • મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરે પ્લાઝમા ડોનેટ કર્યું
  • જ્યાં સુધી મામલતદાર કચેરીમાંથી સૂચના ન આવે ત્યાં સુધી શ્રમિકોને ઘરમાંથી બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ

પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી પરત લાવવામાં આવ્યા છે. શહેરમાં 12મેની સાંજથી 13મેની સાંજ સુધીમાં કોરોનાના 292 નવા કેસ સામે આવ્યા છે અને 25ના મોત થયા છે જ્યારે 238 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં 6,645 કેસ અને મૃત્યુઆંક 446 થયો છે. તેમજ 2,112 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.શ્રમિકોને ધીરજ રાખવા જિલ્લા કલેક્ટરની અપીલ
અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નીરાલાએ જણાવ્યું છે કે, શ્રમિકોને મામલતદાર કચેરીમાંથી સંપર્ક કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. અમદાવાદ જિલ્લામાં વસતા અને વતન જવા માગતાં તમામ શ્રમિકો ધીરજ રાખે. રાજ્ય સરકારની સૂચના અનુસાર જિલ્લા પ્રશાસન શ્રમિકોને તેઓના વતન પહોંચાડવા કાર્યરત છે. શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે. તેથી આ પ્રકિયામાં થોડો સમય લાગે તે સ્વાભાવિક છે. તેથી જે તે વિસ્તારની મામલતદાર કચેરીએથી શ્રમિકોને જણાવવામાં આવે ત્યારબાદ જ તેઓ ઘર છોડી જણાવવામાં આવેલી જગ્યાએ પહોંચે. શ્રમિકોના હેલ્થ ચેકઅપ બાદ તેઓને બસ મારફત સમયસર રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવશે અને તેઓ સુરક્ષિત વતન પહોંચાડવામાં આવશે.
13 મેની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
પાંચ જગ્યાએ શાકભાજીના હોલસેલ બજાર શરૂ કરાશે, માત્ર રિટેલ વેપારીઓ જ ખરીદી કરી શકશે 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે અને તેમને ફાળવેલા વોર્ડમાં નિશ્ચિત કરેલા સમય મુજબ ખુલ્લા રાખી શકશે. વેપારીઓ શાકભાજી અને ફળફળાદી હોલસેલમાં મેળવી શકે તે માટે રિવરફ્રન્ટ પાસે આવેલા ગુજરી બજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ (દૂરદર્શન પાછળ, બોડકદેવ), જેતલપુર APMC માર્કેટ અને ડુંગળી-બટાકા માટે વાસણા APMC માર્કેટ નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતો સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જેતલપુર APMC માર્કેટમાં શાકભાજી વેચી શકશે અને સવારે 7થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદના હોલસેલના વેપારીઓ આ પાંચ માર્કેટમાં અમદાવાદના વેપારીઓ, લોડીંગ રિક્ષા અને લારીવાળાને વેચાણ કરી શકશે. છૂટક ગ્રાહકોને કોઈ હોલસેલ વેપારી કે ખેડૂતો નહિ વેચી શકે.કન્ટઈન્મેન્ટ ઝોનમાં સવારે 8થી બપોરે 1 સુધી શાકભાજી-કરીયાણ અને અનાજ દળવાની ઘંટી ખુલી રહેશે
શહેરમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 મેથી લોકોને છૂટછાટ આપવામાં આવશે. તે મુજબ રેડ ઝોનમાં હોલસેલ માર્કેટ ખૂલશે નહીં. તેમજ સવારે 8 વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શાકભાજી ખરીદી શકાશે અને અનાજની ઘંટી ખૂલી રહેશે. આપેલી છૂટછાટની વ્યવસ્થાના આયોજન માટે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં શુ ચાલુ કરવું?, કેટલા સમય માટે અને કેવી રીતે વેચાણ કરી શકશે? તેના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.AMCના આસિ.કમિ. અને વાડજ વોર્ડના ટેકનિકલ સુપરવાઈઝર કોરોનાગ્રસ્ત

AMCના વધુ એક ઈજનેર કર્મચારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ નવા વાડજ વોર્ડના ટેક્નિકલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે સાથે તેમના પત્નિ અને બે પુત્રોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપિલ કમિશનર નરેન્દ્ર ગમારાને પણ કોરોના થયો છે અને પૂર્વ ઝોનના બે ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસો નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 121 પર પહોંચ્યો છે. સાણંદના ગોધાવી ગામ, વિરમગામ અને ધંધુકાના પાછમ ગામે પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં વિરમગામના વૃદ્ધનું મોડી રાતે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં મોત પણ થઈ ગયું છે. જિલ્લામાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. દસક્રોઈ અને ધોળકા તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટએ પ્લાઝમા ડોનેટ કર્યાં છે. ગયા મહિને દેવેન ભટ્ટનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ તેઓ SVP હોસ્પિટલમાં રહ્યા હતા, બાદમાં સમરસ હોસ્ટેલમાં પોઝિટિવ દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડની જવાબદારી નિભાવતા દેવેન ભટ્ટે મંગળવારે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો