તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અમદાવાદ LIVE:એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમાલપુર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરતાં એક વ્યક્તિએ દૂધ માટે દોડધામ કરી હતી
  • ઈસનપુર, નરોડા, રાણીપ, ઓઢવ, મોટેરામાં કોરોના ફેલાયો, પોલીસકર્મીને ચેપ લાગ્યાનો પ્રથમ કેસ
  • નારણપુરામાં એક જ પરિવારના માતા સહિત ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
  • એસવીપી હોસ્પિટલના વોર્ડ બોયનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
  • મણિનગરમાં 4 વર્ષ, કાલુપુરમાં 7 વર્ષ અને મોટેરામાં 16 વર્ષની કિશોરીને ચેપ

શહેરમાં કોરોનાના વધુ 39 પોઝેટિવ કેસ નોંધાયા હતા. ઘોડાસર, કાલુપુર અને વટવાના ત્રણ દર્દીના મોત થયા હતા. અત્યારસુધી કરોનાનો મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 282 થઈ છે.  બે પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ઈસનપુર, નરોડા, રાણીપ, ઓઢવ, મોટેરા વિસ્તારમાં પહેલીવાર પોઝિટિવ કેસ મળ્યા છે. મણિનગરની ગિરિવર સોસાયટીમાં એક જ પરિવાર અને પાડોશમાં રહેતા કુલ 4 પણ ઝપટેમાં આવ્યા છે. નવા પોઝિટિવ કેસમાં 4 અને 7 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. નારણપુરાના નિર્મલ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના માતા, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

ડેથ હિસ્ટ્રી
76 વર્ષના વૃદ્ધનું એસવીપીમાં મૃત્યુ, બે દિવસથી વેન્ટિલેટર પર રખાયા હતા

76 વર્ષના વૃદ્ધને તાવ અને શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે બે દિવસ પહેલાં એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમને આઈફ્લો ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. ટેસ્ટ પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શ્વાસની તકલીફ વધતા વેન્ટિલેટર પર મુકાયા હતા. ગાઈડલાઈન મુજબ સીપીઆરની પાંચ સાઈકલ આપવામાં આવી. પરંતુ રવિવારે મૃત્યુ થયું.

બે અઠવાડિયા પહેલાં લક્ષણ દેખાયા, દાખલ કર્યાના 5 દિવસમાં મૃત્યુ થયું
75 વર્ષના વૃદ્ધની આંતરરાજ્ય પ્રવાસની કોઈ હિસ્ટ્રી ન હતી કે તેમણે કોઇ સી-ફૂડ માર્કેટની મુલાકાત પણ લીધી ન હતી. તેઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની જાણ નથી. તેમને બે અઠવાડિયા પહેલાં કોરોનાના  લક્ષણ દેખાયા હતા. 7 એપ્રિલે શ્વાસમાં તકલીફ ઊભી થતાં એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો રિપોર્ટ 8 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. એ પછી દર્દીને એસવીપીમાં ટ્રાન્સફર કરાયા હતા. તેમને અન્ય કોઈ બીમારી ન હતી.

વટવાના 60 વર્ષીય વૃદ્ધાનું સિવિલમાં દાખલ થયાના 12 જ કલાકમાં મૃત્યુ થયું
વટવાના સર્જરી નગર ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધાનું સિવિલમાં મૃત્યુ થયું હતું. દાખલ થયાના 12 જ કલાકમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તાવ  અને શ્વાસની બીમારીની તકલીફ સાથે દાખલ થયા હતા. જો કે તેમને ઘણા વખતથી ફેફસાંની બીમારી પણ હોવાનું જાણવા મળ્યું છે. 

કાલુપુરમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ
બાપુનગર પોલીસ ચોકી નજીકના ફ્લેટમાં રહેતા 26 વર્ષીય કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી તેમની ફરજનું સ્થળ કાલુપુર વિસ્તાર હતું. કાલુપુર હોટસ્પોટ તરીકે જાહેર થયેલું છે. અહીં ફરજ દરમિયાન તેમને શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેથી તેમનું સેમ્પલ લેવાયું હતું. દરમિયાનમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 26 લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે. જેમાં 12 પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જો કે, આ યુવક પોલીસ દળમાં છે કે કેમ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત મ્યુનિ. દ્વારા કરવામાં આવી નથી. હેલ્થ વિભાગની ટીમો દ્વારા તેની હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. મોડી સાંજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

39માંથી 18 કેસ હોટસ્પોટ વિસ્તારના 
એસવીપી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવતા અને બહેરામપુરામાં રહેતા યુવકને કોરોના ડિટેક્ટ થયો હતો. તાવ, શરીરમાં દુખાવો અને સૂકા કફની તકલીફ સાથે 10 એપ્રિલ દાખલ કરવામાં આવ્યો હતો. 11 એપ્રિલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત એલજી હોસ્પિટલની સામે આવેલા મેડિકલ સ્ટોરના માલિકનો ચેપ તેના કર્મચારીને પણ લાગતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 39માંથી કુલ 18 કેસ દરિયાપુર, કાલુપુર, જમાલપુર, રાયખડ, દાણીલીમડાના છે. 

જિલ્લામાં પ્રવેશતા તમામનું મેડિકલ ચેકઅપ કરાશે, જિલ્લા ફરતે 8 ચેકપોસ્ટ ઉભી કરી

કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિનિ ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ શહેરમાંથી ગામડાઓ તરફ આવન-જાવનને પ્રતિબંધિત કે નિયંત્રિત કરાઈ છે. તેમજ જિલ્લામાં પ્રવેશતા તમામ લોકોનું હવે મેડિકલ ચેકઅપ કરાશે. હાલ જિલ્લા ફરતે 8 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

દરેક પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસમાં સેનેટાઈઝ ટનલ બનાવાશે

શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, પોલીસકર્મીઓ માટે હેલ્થ સરક્યુલર જાહેર કર્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરક્યુલર લગાવવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસમાં સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવશે. CRPF અને BSFને કલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં મુકવામાં આવશે. લોકો વોટ્સએપ પર ફોટો અને વિડીયો મોકલી રહ્યાં છે જેના પર અમે કાર્યવાહી કરીશું. ડ્રોન, સીસીટીવી, પેટ્રોલિંગ, પોલીસના ફોટો કે વીડિયો અને વોટ્સએપ મારફતે લોકડાઉન ભંગની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.

માસ્ક પહેર્યાં વિના નીકળ્યા તો રૂ.5000નો દંડ

મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

બફર ઝોનમાં 24 કલાકમાં 24 હજારને ચેક કર્યાં, 56 શંકાસ્પદને હોસ્પિટલમાં દાખલ કર્યાં

શહેરની હાલની સ્થિતિ અંગે વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદમાં 240 કેસ ગઈકાલ સાંજ સુધી હતા બાદમાં 39 કેસો નોંધાયા છે.અમદાવાદમાં કુલ 282 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 11 મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં 5379 લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે સામેથી આવનારા 1059ના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 628 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યાં બાદ દરરોજ થર્મલ ગનથી 24 કલાકમાં 24000 લોકોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 56 શંકાસ્પદ સામે આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કેસો સામેથી શોધતા હવે વધી રહ્યાં છે. સર્વેલન્સથી કેસો સામે આવતા બીજાને ચેપ લાગતા અટકાવવાની રણનીતિ કામ કરી રહી છે. ઘરે હેલ્થ ટીમ આવે તો તપાસ અને સેમ્પલ માટે સહકાર આપો.

AMC કમિશનરે એપિડેમિક એક્ટ મુજબ બહાર પાડેલું જાહેરનામું
AMC કમિશનરે એપિડેમિક એક્ટ મુજબ બહાર પાડેલું જાહેરનામું

તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત

AMC કમિશનરે વધુમાં જણાવ્યું કે,જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. 13 એપ્રિલની સવારે 6 વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે. માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. 13 એપ્રિલથી AMCની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે. લોકોને અપીલ છે કે અમારે દંડ કરવો પડે તેવું કરવું નહી અને માસ્ક પહેરવું ફરજીયાત છે.

જેતલપુર APMC સેનિટાઈઝ કરી

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચનાથી જિલ્લા મેલેરિયા અધિકારી અને એમની ટીમ દ્વારા સવારથી જ જિલ્લાના ગામડાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી ચાલુ કરાઈ હતી. જેતલપુર એ.પી.એમ.સી.ને સવારે સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવી છે. નાના રૂમ અને અંદરની બાજુએ નાના મશીનોથી જ્યારે બહારની બાજુએ મોટા મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 2 મોટા મશીનો અને 5 નાના પંપ દ્વારા આ કામગીરી કરાઈ હતી. અમદાવાદ જિલ્લામાં 5 પંપ, 2 ફાઈટર અને 2 ટ્રેકટર દ્વારા આ કામગીરી કરી છે. આ સાથે રિંગરોડ ઉપર આજે 8 ચેકપોસ્ટ ઉભી કરી છે, જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલગનથી શરીરના તાપમાનની ચકાસણી પછી વ્યક્તિને જવા દેવામાં આવે છે. જો વધું ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. આ તમામ ચેકપોસ્ટને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે.

શહેરમાં આજે એકનું મોત 39 નવા કેસ

શહેરના ઘોડાસરમાં કોરોનાગ્રસ્ત એક 75 વર્ષિય પુરુષનું એલ.જી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. શહેરમાં નોંધાયેલા આજના તમામ 39 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર, મોટેરા વિસ્તારમાં નોંધાયા છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો