તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અમદાવાદ LIVE:‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

અમદાવાદ6 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • શહેરના 1101 કેસમાંથી 874ને કોરોનાનાં લક્ષણ નહીં છતાં રિપોર્ટ પોઝિટિવ
  • નવા 239 કેસમાંથી કોટ વિસ્તારમાં 139 કેસ
  • પોલીસકર્મીના ચેપથી પત્ની-અઢી વર્ષની પુત્રી ઝપેટમાં
  • જીવરાજપાર્કમાં પણ એક વેપારી કોરોનાની લપેટમાં

અમદાવાદમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર થઈ ગયો છે. તેમાંથી 874 લોકો એવા છે જેમને કોરોનાના કોઈપણ લક્ષણ નથી. પરંતુ ચેપગ્રસ્ત વિસ્તારોમાંથી મ્યુનિ.એ સામે ચાલીને તેમને શોધી કાઢ્યા છે. જ્યારે 203 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રવિવારે નોંધાયેલા 239 કેસમાંથી પણ સૌથી વધુ કેસ મધ્ય ઝોનના જમાલપુર,  દરિયાપુર, દાણીલીમડા, કાલુપુર સહિતના વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. અમદાવાદમાં રવિવારે સતત બીજા દિવસે 239 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ સાત લોકોના મૃત્યુ થયાં હતાં. 239માંથી માત્ર 25 લોકોને જ કોરોનાના લક્ષણો હતા. બાકીના એક પણ દર્દીને કોરોનાનાં લક્ષણો નહીં હોવા છતાં પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધી કોરોનાના કેસનો કુલ આંક 1101 થયો છે. જ્યારે મૃત્યુ આંક 32 પર પહોંચ્યો છે. કોટ વિસ્તારમાં દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ ફેલાયો છે.

નવરંગપુરા, બોડકદેવ, મીઠાખળી અને  ઉસ્માનપુરામાં પણ કેસ
નવરંગપુરાની મુસ્લિમ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય આધેડને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત બોડકદેવના દેવરાજ ટાવરમાં અગાઉ ત્રણ વ્યક્તિને ચેપ લાગ્યો હતો. જેમનો ચેપ વધુ એક 33 વર્ષીય યુવકને લાગતા એસવીપીમાં દાખલ કરાયા હતા. જ્યારે ઉસ્માનપુરાના વૃંદાવન એપાર્ટમેન્ટમાં 55 વર્ષીય વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

ગોતા, ચાણક્યાપુરી અને સરખેજમાં પણ ચેપ પ્રસર્યો
ગોતાના સત્યમેવ વિસ્ટામાં 32 વર્ષીય યુવતી અને ચાણક્યાપુરીની ભવનાથ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત સરખેજમાં પણ ઉજાલા સર્કલ પાસે વિનાયક હાઉસમાં રહેતા 43 વર્ષીય પુરુષને ચેપ લાગ્યો છે. ઈમરાન ખેડાવાલાના ઘર નજીક વધુ ત્રણ મહિલાઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ થોડા દિવસ પહેલાં પોઝિટિવ આ‌વ્યો હતો. રવિવારે તેની પત્ની અને અઢી વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થલતેજમાં અસ્મિતા એપાર્ટમેન્ટમાં યુવકનો રિપોર્ટ પણ રવિવારે પોઝિટિવ આવ્યો છે.

ફાયર જવાનનો ચેપ પત્ની-પુત્રીને લાગ્યો
નરોડા ફાયર સ્ટેશન ક્વાર્ટર્સમાં રહેતા ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક ફાયરકર્મીનો ચેપ તેની પત્ની અને દીકરીને લાગતા નરોડા ફાયર સ્ટેશન સીલ કરી દેવાયું હતું. ફાયર બ્રિગેડના જવાનને ચેપ લાગ્યો હોવાનો આ પહેલો કેસ છે.

જેતલપુર APMCમાં શાકભાજીના ત્રણ વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં દિવસને દિવસે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 1000થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ ચૂક્યા છે. રવિવારે જેતલપુર એપીએમસીમાં શાકભાજી વેચતા 3 વેપારી અને અન્ય એક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.જેતલપુર એપીએમસીની દુકાનમાં અલગ અલગ શાકભાજીનું વેચાણ કરતા દુકાનના માલિક વાસણા રહે છે. 

તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ
જીવરાજ પાર્કમાં બુટભવાની સોસાયટીમાં શાકભાજી વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કોથમીરના જથ્થાબંધ વેપારી છે. જ્યારે એપીએમસીમાં લીંબુ વેચતા વેપારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ખમાસામાં રાજનગર માર્કેટમાં બટાકાનો વેપાર કરતા ગણેશજી વેપારીના દીકરાને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ અન્ય જગ્યાએ બટાકાનો મોટો વેપાર કરતા હતા. આ તમામ વેપારીઓ પાસેથી અનેક વેપારીઓ અને ગ્રાહકોએ શાકભાજી ખરીદ્યું હતું. જે તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં શાહપુરમાં રહેતા અને શાકભાજી-ફ્રૂટ વેચતા ફેરિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ડેથ હિસ્ટ્રી
SVPમાં દાખલ થયાના 48 કલાકમાં મૃત્યુ - પુરુષ, 78 વર્ષ, માણેકચોક
વિદેશ પ્રવાસ કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યાનો કોઈ ઈતિહાસ નથી. શુક્રવારે કફ અને શ્વાસની તકલીફ સાથે દાખલ કરાયા. તેમનું બ્લડપ્રેશર મેન્ટેન થતું ન હતું. એકાએક એટેકથી સીપીઆર આપવામાં આવ્યો પરંતુ બચાવી ન શકાયા. એક દિવસ પહેલાં દર્દીને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ઉભી થઈ હતી. 

રિપોર્ટનું રિઝલ્ટ આવે તે પહેલાં જ મૃત્યુ - પુરુષ, 56 વર્ષ, વૈશ્ય સભા, રાયખડ
દર્દીને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો. તેમજ ત્રણથી ચાર દિવસથી કફ અને બે દિવસથી શ્વાસમાં તકલીફની ફરિયાદ હતી. દર્દી એક વર્ષથી હાયપર ટેન્શન અને પાંચ વર્ષથી ડાયાબિટીસનો શિકાર બન્યા હતા. તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં જ મૃત્યુ થયું.

બીપી, ડાયાબિટીસ હતો, કોરોનાથી મોત - પુરુષ, 66 વર્ષ, પાંચ પીપળી, જમાલપુર
મહિલાને 11 એપ્રિલે એસવીપીમાં લવાઈ હતી. તેના બે દિવસ પહેલાં ડાયેરિયા થયો. હોસ્પિટલમાં લવાયા ત્યારે કફ-તાવની ફરિયાદ હતી. 15 વર્ષથી હાયપર ટેન્શન-ડાયાબિટીસના દર્દી હતા. 

કોરોના ઉપરાંત કિડનીની તકલીફ હતી - મહિલા,  43 વર્ષ, પાંચ પીપળી, જમાલપુર
તાવ-સૂકી ખાંસી તેમજ શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે શુક્રવારે હોસ્પિટલમાં લવાયા હતા. દર્દીને કિડનીની બીમારી હતી. સ્થિતિ વણસતા સીપીઆરની સાઈકલ અપાઈ પરંતુ બચાવી ન શકાયા.

દાખલ કરાયાના 48 કલાકમાં મોત - પુરુષ, 65 વર્ષ, ગોમતીપુર
દર્દીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો. સૂકી ખાંસીની વિશેષ ફરિયાદ ન હતી પરંતુ શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી. દર્દી છેલ્લા 10થી વધુ વર્ષથી ડાયાબિટીસની તકલીફ ધરાવતો હતો. 

તાવ-કફ અને શ્વાસ લેવામાં તકલીફ હતી - પુરુષ, 54 વર્ષ, જમાલપુર
છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ અને કફની ફરિયાદ સાથે શુક્રવારે દાખલ કરાયા હતા. દર્દીને તાજેતરમાં ડાયાબિટીસનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં લવાયા પછી શ્વાસની તકલીફ ઊભી થઈ હતી.

19 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

વધુ બે પોલીસ કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાઇરસના કેસ હવે ફ્રન્ટલાઈન વોરિયર્સમાં પ્રસરી ગયા છે અને દરરોજ પાંચ ફ્રન્ટલાઈન વોરિયર્સ હવે પોઝિટિવના ભોગ બની રહ્યા છે. આજે આવેલા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી એમ એક જ પોલીસ સ્ટેશનના બે મહિલા પોલીસ કર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ આવતા વિસ્તારના ACP, PI, PSI અને સર્વેલન્સ સ્ક્વોડ સહિત 27 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી પોઝિટિવ આવ્યા છે

775  કેસ સામેથી પકડીને અઢીથી ત્રણ લાખને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ.કમિશનર

કોરોના અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. આ કોરોનાના બોમ્બને સમય રહેતા ડિફ્યુઝ કર્યાં છે. કુલ 1101 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે.

હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે
ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથી ફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણ ઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટ વિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે. આજના મોટાભાગના નવા કેસો નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરામાં સામે આવ્યા છે. 

બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેસો વધ્યા છે જેના કારણે જિલ્લામાં આવતા બોપલ વિસ્તારમાં કેસો ન વધે તેની તકેદારી નગરપાલિકા અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાથી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નગરપાલિકા દ્વારા મફત આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક દવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ફ્લેટ- સોસાયટીના ચેરમેન દ્વારા લેટરપેડ પર સોસાયટીના કેટલા લોકોને ઉકાળો અને દવાની જરૂરિયાત છે તેની વિગત લખી નગરપાલિકાના ચેરમેન જીગીષાબેન શાહને મોકલાવી શકે છે. ત્રણ દિવસ બાદ તેઓને ઉકાળો અને દવા પોહચાડવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો