તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:શહેરમાં કોરોનાના 278 નવા પોઝિટિવ કેસ, 18ના મોત, 266 દર્દી સાજા થયા, મૃત્યુઆંક 381-કુલ દર્દી 5,818

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લામાં આજે કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોના પર કાબૂ મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ બે IAS અધિકારીની નિમણૂંક
  • AMCના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણેય બોડકદેવ વોર્ડના ઈજનેર વિભાગના કર્મચારી
  • શહેરમાં કોરોનાના નવા 280 કેસ સાથે 5540 દર્દી અને મૃત્યુઆંક 363

શહેરમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. 

અમદાવાદ જિલ્લામાં વધુ 6 નવા કેસ, કુલ 113 દર્દી અને ત્રણના મોત
જ્યારે અમદાવાદ જિલ્લામાં આજે કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ દસ્ક્રોઈ અને ત્રણ ધોળકાના કેસનો સમાવેશ થાય છે. આમ કુલ દર્દી 113 થયા છે. આ 113 દર્દીમાં ધોળકામાં 49, દસ્ક્રોઈમાં 47, સાણંદમાં 7, ધંધુકામાં 3,બાવળામાં 4, વિરમગામમાં 2 અને માંડલમાં 1 કેસ સામેલ છે. જેમાંથી ત્રણ દર્દીના મોત થઈ ગયા છે.

10 મેની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

AMCના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

AMCના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે ઈજનેર વિભાગના બોડકદેવ વોર્ડના 3 કર્મચારીઓને કોરોના થયો છે. જેમાં ટેકનિકલ પરવાઈઝર,આસિસ્ટન્ટ ઈજનેર અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મ્યુનિ. સ્કૂલ બોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવનું કોરોનાનાં કારણે સિવિલમાં અવસાન

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં પૂર્વ સભ્ય, અને કોંગ્રેસના અમદાવાદ શહેરનાં યુવા આગેવાન હબીબ મેવનું કોરોનાની બીમારીને લીધે આજે અવસાન થયું છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર બોર્ડના પૂર્વ સભ્ય, વિવિધ સામાજિક,ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય યોગદાન આપ્યું હતું. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદ અહેમદ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહીત સમગ્ર કોંગ્રેસ પરીવારે હબીબ મેવનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કરી અને શોકાંજલિ પાઠવી છે.

કોરોના પર કાબૂ મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ બે IAS અધિકારીની નિમણૂંક

શહેરમાં બેફામ બનેલા કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ બે IAS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. ગાંધીનગરના અધિક વિકાસ કમિશનર ડી. એ. શાહ અને રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલટીઝ, અમદાવાદ ડો. મનિષ કુમારને ખાસ ફરજ પરના અધિકારી તરીકે કોર્પોરેશનમાં મુકવામા આવ્યા છે.

અમદાવાદ સિવિલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત પરી રહેલા કોરોનાના દર્દીઓ
અમદાવાદ સિવિલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત પરી રહેલા કોરોનાના દર્દીઓ

સિવિલ હોસ્પિ.માંથી કોરોનાના એક સાથે 100 દર્દી ડિસ્ચાર્જ, તમામને ત્રણ દિવસથી તાવ નથી આવ્યો

રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજે 100થી વધુ કોરોનાના દર્દીને રજા આપવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી, તેઓ એસિમ્ટોમેટિક હતા, અને છેલ્લા 10થી વધુ દિવસથી દાખલ થયા હતા. જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વિગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયું હતું. ડિસ્ચાર્જ થયેલા તમામ નાગરિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓને ઘર સુધી પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

કેડિલા ફાર્માના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અત્યાર સુધીમાં 35 કર્મચારી કોરોનાગ્રસ્ત

ધોળકાના ત્રાંસદ ગામમાં આવેલી કેડીલા ફાર્મા કંપનીના વધુ ત્રણ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ધોળકાના  આંબલીયારા ગામ તથા ધોળકા ટાઉનમાં આતીથ્ય બંગ્લોઝ, મહાલક્ષ્મીની પોળ વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્રણેય પોઝિટિવ દર્દી કેડીલાના કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. જેથી હવે કંપનીના કુલ 35 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો