તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:શહેર-જિલ્લામાં 14 દિવસમાં 3000 જેટલા કેસ ઘટ્યાં, સતત બીજા દિવસે 6000થી વધુ દર્દી ડિસ્ચાર્જ, ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં 2883 અને જિલ્લામાં 72 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 6577 અને જિલ્લામાં 60 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 3 હજારથી ઓછા એટલે કે 2955 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક 6637 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 19 દર્દીના મોત થયા છે. આમ 14 દિવસમાં 3000 જેટલા કેસ ઘટી ગયા છે. 25 એપ્રિલના રોજ 5864 કેસ નોંધાયા હતા.

તેમજ શહેરના ડ્રાઇવ ઇન સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે, 45 વર્ષથી ઉપરની વયના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાશે

8 મેની સાંજથી 9 મેની સાંજ સુધીમાં શહેરમાં 2883 અને જિલ્લામાં 72 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6577 અને જિલ્લામાં 60 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 18 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 3 હજાર 875 થયો છે. જ્યારે 1 લાખ 42 હજાર 512 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,108 થયો છે.