તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે. કોરોના સંક્રમણમાં સતત ઘટાડાને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 44 નવા કેસ અને 123 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું મોત થયું છે અને મૃત્યુઆંક 2301 થયો છે.
8 ફેબ્રુઆરીની સાંજથી 9 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 43 અને જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 76 અને જિલ્લામાં 47 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 61,521 થયો છે. જ્યારે 58,445 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
1 ઓગસ્ટથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.