કોરોના અમદાવાદ:શહેરમાં 2 નવા કેસ અને જિલ્લામાં સતત 5મા દિવસે શૂન્ય કેસ, 111મા દિવસે શહેરમાં એક પણ મોત નહીં

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 352 થયો

શહેરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 8 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 111મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી. જિલ્લામાં સતત પાંચમીવાર શૂન્ય કેસ રહ્યો છે. 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

શહેરમાં 8 દર્દી ડિસ્ચાર્જ
4 નવેમ્બર, 2021ની સાંજથી 5 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 8 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 352 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 908 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
30 ઓક્ટોબર202
31 ઓક્ટોબર402
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
કુલ1430137