કોરોના અમદાવાદ LIVE:12 દિવસ બાદ જિલ્લામાં એક કેસ નોંધાયો, શહેરમાં 15 નવા કેસ અને 1 દર્દીનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 770 થયો
  • 2 લાખ 33 હજાર 349 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં બારમા દિવસ બાદ એક નવો કેસ નોંધાયો છે. શહેરમાં 15 કેસ નોંધાયા છે અને જ્યારે શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે શહેરમાં 76દર્દી સાજા થયા છે.

4 જુલાઈની સાંજથી 5 જુલાઈની સાંજ સુધીમાં જિલ્લામાં એક અને શહેરમાં 15 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 76 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 770 થયો છે. જ્યારે 2 લાખ 33 હજાર 349 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 409 થયો છે.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ