તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:શહેરમાં 19 નવા કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત, જિલ્લામાં સતત દસમા દિવસે એક પણ નવો કેસ નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, શહેરમાં ફરી કેસમાં નજીવો વધારો થયો છે અને કેસ 20થી વધુ નોંધાયા છે. જિલ્લામાં સતત બારમા દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી. આ પહેલા 23મી જૂને બે કેસ નોંધાયા હતા. તે અગાઉ સતત ચાર દિવસ નવા કેસ કે મોત નોંધાયા ન હતા. શહેરમાં 19 કેસ નોંધાયા છે અને જ્યારે શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે શહેરમાં 25 દર્દી સાજા થયા છે.

4 જુલાઈની સાંજથી 5 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 25 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 736 થયો છે. જ્યારે 2 લાખ 33 હજાર 248 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 407 થયો છે.

અન્ય સમાચારો પણ છે...