તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:જિલ્લામાં સતત પાંચમા દિવસે એકપણ નવો કેસ કે મોત નહીં, શહેરમાં 21 નવા કેસ અને એકનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 643 થયો
  • 2 લાખ 33 હજાર 60 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં સતત પાંચમા દિવસે એકપણ નવો કેસ, ડિસ્ચાર્જ કે મોત નોંધાયું નથી. આ પહેલા 23મી જૂને બે કેસ નોંધાયા હતા. તે અગાઉ સતત ચોથા દિવસે નવા કેસ કે મોત નોંધાયા ન હતા. શહેરમાં 21 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. જ્યારે શહેરમાં 46 દર્દી સાજા થયા છે.

27 જૂનની સાંજથી 28 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 21 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 46 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 643 થયો છે. જ્યારે 2 લાખ 33 હજાર 60 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 401 થયો છે.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
9 જૂન983275
10 જૂન902255
11 જૂન722232
12 જૂન642203
13 જૂન552204
14 જૂન472183
15 જૂન492138
16 જૂન482126
17 જૂન472104
18 જૂન43297
19 જૂન40181
20 જૂન38171
21 જૂન36162
22 જૂન30159
23 જૂન31157
24 જૂન26145
25 જૂન27185
26 જૂન19171
27 જૂન24145
28 જૂન21146
કુલ2,295626,244