કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લામાં એક દિવસ બાદ ફરી 500થી ઓછા કેસ, 378 નવા કેસ સામે 3683 દર્દી રિકવર થયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં 362 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 3 હજાર 637 અને જિલ્લામાં 46દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવા છે, ત્યારે શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 378 નવા કેસ નોંધાયા છે. તેમજ 6 દર્દીના મોત થયા છે અને 3 હજાર 683 દર્દી સાજા થયા છે. આમ શહેર અને જિલ્લામાં એક દિવસ બાદ ફરી 500થી ઓછા નવા કેસ નોંધાયા છે. 25મીએ 522 નવા કેસ નોધાયા હતા.

25 મેની સાંજથી 26 મેની સાંજ સુધીમાં શહેરમાં 362 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 3 હજાર 637 અને જિલ્લામાં 46દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 6 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 33 હજાર 840 થયો છે. જ્યારે 2 લાખ 15 હજાર 841 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 310 થયો છે.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી