તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:જિલ્લામાં સતત ત્રીજા દિવસે એકપણ નવો કેસ નહીં, શહેરમાં 19 જ નવા કેસ અને એકનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 69 દર્દી સાજા થયા અને 1 દર્દીનું મોત

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે શૂન્ય કેસ નોંધાયા છે. આ પહેલા 23મી જૂને બે કેસ નોંધાયા હતા. તે અગાઉ સતત 4 દિવસ નવા કેસ, ડિસ્ચાર્જ કે મોત નોંધાયા ન હતા. શહેરમાં 19 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. જ્યારે શહેર અને જિલ્લામાં 71 દર્દી સાજા થયા છે.

25 જૂનની સાંજથી 26 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 69 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 598 થયો છે. જ્યારે 2 લાખ 32 હજાર 969 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 399 થયો છે. ત્યાં બીજી બાજુ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન ખૂટી પડી. આજે માત્ર 27000 લોકોએ જ વેક્સિન લીધી.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
9 જૂન983275
10 જૂન902255
11 જૂન722232
12 જૂન642203
13 જૂન552204
14 જૂન472183
15 જૂન492138
16 જૂન482126
17 જૂન472104
18 જૂન43297
19 જૂન40181
20 જૂન38171
21 જૂન36162
22 જૂન30159
23 જૂન31157
24 જૂન26145
25 જૂન27185
26 જૂન19171
કુલ2,250606,153