કોરોના અમદાવાદ:રાજ્યના સૌથી વધુ 9 કેસ અમદાવાદ શહેર, જિલ્લાના 2 મળી કુલ 8 દર્દી સાજા થયાં

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 523 થયો

શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે અને જોકે ફરી રાજ્યના સૌથી વધુ 9 નવા કેસ શહેરમાં નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 અને જિલ્લામાં 2 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 128મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી. જિલ્લામાં સતત બીજા દિવસે એક પણ કેસ નોંધાયો નથી. 20 નવેમ્બર સુધી શહેરમાં સતત આઠ દિવસ રાજ્યના સૌથી વધુ નોંધાયા હતા.

જિલ્લામાં 16મીએ 2 અને 20 નવેમ્બરે 1 કેસ નોંધાયો હતો
જિલ્લામાં 15 દિવસ બાદ એટલે કે 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા.

શહેરમાં 6 દર્દી ડિસ્ચાર્જ
21 નવેમ્બર, 2021ની સાંજથી 22 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 9 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 6 અને જિલ્લામાં 2 દર્દી મળી કુલ 8 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 523 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 983 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

સોલા સિવિલમાં કોરોનાનો નવો વોર્ડ ઊભો કરાયો
અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. સોલા સિવિલમાં ફરીથી કોરોનાનો નવો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનો છઠ્ઠો માળ કોરોના વાયરસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. કોરોના વોર્ડમાં 50 ઓક્સિજન બેડ, 10 આઈસીયુ બેડ અને 20 પીડિયાટ્રિક બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે બેડ વધારવાનું પણ સિવિલ તંત્રનું ખાસ આયોજન છે.

1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
30 ઓક્ટોબર202
31 ઓક્ટોબર402
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
14 નવેમ્બર1104
15 નવેમ્બર1502
16 નવેમ્બર2003
17 નવેમ્બર2804
18 નવેમ્બર903
19 નવેમ્બર1004
20 નવેમ્બર9016
21 નવેમ્બર4014
22 નવેમ્બર908
કુલ3140219