કોરોના અમદાવાદ LIVE:જિલ્લામાં સતત ચોથા દિવસે નવા કેસ, મોત કે ડિસ્ચાર્જ નહીં, શહેરમાં 30 નવા કેસ, 59 ડિસ્ચાર્જ અને એકનું મોત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 495 થયો
  • શહેર અને જિલ્લામાં 2 લાખ 32 હજાર 711 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં સતત ચોથા દિવસે એકપણ નવો કેસ નોંધાયો નથી, એકેય દર્દી ડિસ્ચાર્જ થયું નથી કે કોઈનું મરણ થયું નથી. એ જોતા અમદાવાદ જિલ્લો કોરોના મુક્ત થયો હોય તેમ લાગી રહ્યું છે. શહેર અને જિલ્લામાં સતત નવમા દિવસે 50થી ઓછા કેસ નોંધાયા છે. શહેરમાં 24 કલાકમાં 30 નવા કેસ નોંધાયા છે તથા શહેરમાં 59 દર્દી સાજા થયા છે.

21 જૂનની સાંજથી 22 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 30 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 59 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 495 થયો છે. જ્યારે 2 લાખ 32 હજાર 711 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 395 થયો છે.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
9 જૂન983275
10 જૂન902255
11 જૂન722232
12 જૂન642203
13 જૂન552204
14 જૂન472183
15 જૂન492138
16 જૂન482126
17 જૂન472104
18 જૂન43297
19 જૂન40181
20 જૂન38171
21 જૂન36162
22 જૂન30159
કુલ2,147565,895