તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:જિલ્લા અને શહેરમાં 1-1 દર્દીના મોત, સતત આઠમા દિવસે જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કેસનો આંકડો 2 લાખ 37 હજાર 699 થયો
  • 2 લાખ 33 હજાર 173 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં લાંબા સમય બાદ કોઈ દર્દીએ જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં સતત આઠમા દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી. આ પહેલા 23મી જૂને બે કેસ નોંધાયા હતા. તે અગાઉ સતત ચાર દિવસ નવા કેસ કે મોત નોંધાયા ન હતા. શહેરમાં સતત બીજીવાર 18 કેસ નોંધાયા છે અને જ્યારે શહેર અને જિલ્લામાં 1-1 દર્દીનું મોત થયું છે. જ્યારે શહેરમાં 38 દર્દી સાજા થયા છે.

30 જૂનની સાંજથી 1 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 18 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 38 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 699 થયો છે. જ્યારે 2 લાખ 33 હજાર 173 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 405 થયો છે.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
9 જૂન983275
10 જૂન902255
11 જૂન722232
12 જૂન642203
13 જૂન552204
14 જૂન472183
15 જૂન492138
16 જૂન482126
17 જૂન472104
18 જૂન43297
19 જૂન40181
20 જૂન38171
21 જૂન36162
22 જૂન30159
23 જૂન31157
24 જૂન26145
25 જૂન27185
26 જૂન19171
27 જૂન24145
28 જૂન21146
29 જૂન20139
30 જૂન18136
1 જુલાઈ18238
કુલ2,351666,357