શહેરમાં કોરોના સંક્રમણ આજે ઘટ્યું છે અને જો કે રાજ્યના સૌથી વધુ 9 નવા કેસ શહેરમાં નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 124મા દિવસથી શહેરમાં એક પણ મોત થયું નથી. જો કે, જોકે જિલ્લામાં સતત બીજા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. જ્યારે શહેરમાં કોરોનાને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
સોલા સિવિલમાં કોરોનાનો નવો વોર્ડ ઊભો કરાયો
અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. સોલા સિવિલમાં ફરીથી કોરોનાનો નવો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનો છઠ્ઠો માળ કોરોના વાયરસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. કોરોના વોર્ડમાં 50 ઓક્સિજન બેડ, 10 આઈસીયુ બેડ અને 20 પીડિયાટ્રિક બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે બેડ વધારવાનું પણ સિવિલ તંત્રનું ખાસ આયોજન છે.
જિલ્લામાં 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા
જિલ્લામાં 15 દિવસ બાદ એટલે કે 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.
શહેરમાં 3 દર્દી ડિસ્ચાર્જ
17 નવેમ્બર, 2021ની સાંજથી 18 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 9 કેસ અને જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 491 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 943 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 482 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 945 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.
1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ઓક્ટોબર | 2 | 0 | 0 |
2 ઓક્ટોબર | 10 | 0 | 2 |
3 ઓક્ટોબર | 6 | 0 | 5 |
4 ઓક્ટોબર | 6 | 0 | 4 |
5 ઓક્ટોબર | 1 | 0 | 0 |
6 ઓક્ટોબર | 6 | 0 | 7 |
7 ઓક્ટોબર | 3 | 0 | 6 |
8 ઓક્ટોબર | 4 | 0 | 3 |
9 ઓક્ટોબર | 5 | 0 | 4 |
10 ઓક્ટોબર | 6 | 0 | 3 |
11 ઓક્ટોબર | 6 | 0 | 2 |
12 ઓક્ટોબર | 3 | 0 | 10 |
13 ઓક્ટોબર | 6 | 0 | 6 |
14 ઓક્ટોબર | 7 | 0 | 3 |
15 ઓક્ટોબર | 1 | 0 | 1 |
16 ઓક્ટોબર | 5 | 0 | 6 |
17 ઓક્ટોબર | 1 | 0 | 3 |
18 ઓક્ટોબર | 1 | 0 | 4 |
19 ઓક્ટોબર | 2 | 0 | 5 |
20 ઓક્ટોબર | 2 | 0 | 6 |
21 ઓક્ટોબર | 2 | 0 | 6 |
22 ઓક્ટોબર | 4 | 0 | 3 |
23 ઓક્ટોબર | 9 | 0 | 6 |
24 ઓક્ટોબર | 1 | 0 | 7 |
25 ઓક્ટોબર | 0 | 0 | 1 |
26 ઓક્ટોબર | 8 | 0 | 5 |
27 ઓક્ટોબર | 0 | 0 | 1 |
28 ઓક્ટોબર | 4 | 0 | 1 |
29 ઓક્ટોબર | 4 | 0 | 2 |
30 ઓક્ટોબર | 2 | 0 | 2 |
31 ઓક્ટોબર | 4 | 0 | 2 |
1 નવેમ્બર | 3 | 0 | 4 |
2 નવેમ્બર | 5 | 0 | 9 |
3 નવેમ્બર | 6 | 0 | 0 |
4 નવેમ્બર | 6 | 0 | 0 |
5 નવેમ્બર | 2 | 0 | 8 |
6 નવેમ્બર | 3 | 0 | 0 |
7 નવેમ્બર | 4 | 0 | 4 |
8 નવેમ્બર | 3 | 0 | 4 |
9 નવેમ્બર | 4 | 0 | 2 |
10 નવેમ્બર | 16 | 0 | 0 |
11 નવેમ્બર | 14 | 0 | 3 |
12 નવેમ્બર | 2 | 0 | 5 |
13 નવેમ્બર | 10 | 0 | 6 |
14 નવેમ્બર | 11 | 0 | 4 |
15 નવેમ્બર | 15 | 0 | 2 |
16 નવેમ્બર | 20 | 0 | 3 |
17 નવેમ્બર | 28 | 0 | 4 |
18 નવેમ્બર | 9 | 0 | 3 |
કુલ | 282 | 0 | 177 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.