કોરોના અમદાવાદ:શહેરમાં કેસ ઘટ્યા પણ સતત છઠ્ઠા દિવસે રાજ્યના સૌથી વધુ 9 કેસ, સોલા સિવિલમાં કોરોનાનો નવો વોર્ડ ઊભો કરાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે - Divya Bhaskar
શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે
  • સોલા સિવિલ હોસ્પિટલનો છઠ્ઠો માળે 50 ઓક્સિજન બેડ, 10 આઈસીયુ બેડ અને 20 પીડિયાટ્રિક બેડ તૈયાર
  • સતત 124મા દિવસે પણ શહેરમાં એક પણ દર્દીનું મોત નહીં

શહેરમાં કોરોના સંક્રમણ આજે ઘટ્યું છે અને જો કે રાજ્યના સૌથી વધુ 9 નવા કેસ શહેરમાં નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 124મા દિવસથી શહેરમાં એક પણ મોત થયું નથી. જો કે, જોકે જિલ્લામાં સતત બીજા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. જ્યારે શહેરમાં કોરોનાને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

સોલા સિવિલમાં કોરોનાનો નવો વોર્ડ ઊભો કરાયો
અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે. સોલા સિવિલમાં ફરીથી કોરોનાનો નવો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનો છઠ્ઠો માળ કોરોના વાયરસના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. કોરોના વોર્ડમાં 50 ઓક્સિજન બેડ, 10 આઈસીયુ બેડ અને 20 પીડિયાટ્રિક બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે બેડ વધારવાનું પણ સિવિલ તંત્રનું ખાસ આયોજન છે.

જિલ્લામાં 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા
જિલ્લામાં 15 દિવસ બાદ એટલે કે 16 નવેમ્બરે 2 કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

શહેરમાં 3 દર્દી ડિસ્ચાર્જ
17 નવેમ્બર, 2021ની સાંજથી 18 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 9 કેસ અને જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 491 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 943 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 482 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 945 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
30 ઓક્ટોબર202
31 ઓક્ટોબર402
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
14 નવેમ્બર1104
15 નવેમ્બર1502
16 નવેમ્બર2003
17 નવેમ્બર2804
18 નવેમ્બર903
કુલ2820177
અન્ય સમાચારો પણ છે...