કોરોના અમદાવાદ:શહેરમાં સતત બીજા દિવસે રાજ્યના સૌથી વધુ 11 નવા કેસ, જિલ્લામાં 14મા દિવસે શૂન્ય કેસ, ચાર મહિનામાં શહેરમાં એક પણ મોત નહીં

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 419 થયો

શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને ત્યારે રાજ્યના સૌથી વધુ 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 120મા દિવસે એટલે કે ચાર મહિનાથી શહેરમાં એક પણ મોત થયું નથી. જિલ્લામાં સતત 14મીવાર શૂન્ય કેસ રહ્યો છે. ઉલ્લેખનીય છે 10 નવેમ્બરે 16 અને 11 નવેમ્બરે 14 નવા કેસ સામે આવ્યા હતા.

17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

શહેરમાં 4 દર્દી ડિસ્ચાર્જ
13 નવેમ્બર, 2021ની સાંજથી 14 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 11 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 4 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 419 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 936 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

દિવાળીને કારણે મ્યુનિ.એ ટેસ્ટિંગની સંખ્યા વધારી
શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતા હોવાનું જણાતાં અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલાંરૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ ‌વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતાં ટેસ્ટિંગ કરતાં બમણાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આ નવા કેસો સામે આવ્યા છે.

1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
30 ઓક્ટોબર202
31 ઓક્ટોબર402
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
14 નવેમ્બર1104
કુલ2100165