કોરોના અમદાવાદ:કોરોનાકાળમાં દોઢ વર્ષ બાદ પહેલીવાર શહેરમાં શૂન્ય કેસ, જિલ્લામાં 30 દિવસ બાદ પણ એકય કેસ નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 152

અમદાવાદમાં છેલ્લા 17 મહિનામાં કોરોનાના 2,31,843 કેસ અને 3,350 લોકોના મૃત્યુ થયા પછી આખરે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અગાઉ 8 એપ્રિલ 2020ના રોજ એકપણ કેસ હતો નહીં. બીજી રાહતની વાત એ છે કે, સતત 57મા દિવસે કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. અગાઉ 25 એપ્રિલ 2021ના રોજ સૌથી વધુ 5,790 કેસ આવ્યા હતા એ પછી 140 દિવસ બાદ આજે એકપણ કેસ નોંધાયો નથી.

અમદાવાદ શહેરમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પહેલીવાર એકપણ કેસ નોંધાયો નથી તો જિલ્લામાં સતત 30મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં શૂન્ય કેસ છે, પંરતુ 4 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. સતત 25મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.

12 સપ્ટેમ્બર, 2021ની સાંજથી 13 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 4 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 152 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 711 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓગસ્ટથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
12 ઓગસ્ટ809
13 ઓગસ્ટ7010
14 ઓગસ્ટ705
15 ઓગસ્ટ404
16 ઓગસ્ટ604
17 ઓગસ્ટ503
18 ઓગસ્ટ404
19 ઓગસ્ટ205
20 ઓગસ્ટ505
21 ઓગસ્ટ407
22 ઓગસ્ટ108
23 ઓગસ્ટ3010
24 ઓગસ્ટ505
25 ઓગસ્ટ204
26 ઓગસ્ટ306
27 ઓગસ્ટ405
28 ઓગસ્ટ404
29 ઓગસ્ટ302
30 ઓગસ્ટ305
31 ઓગસ્ટ604
1 સપ્ટેમ્બર401
2 સપ્ટેમ્બર103
3 સપ્ટેમ્બર405
4 સપ્ટેમ્બર202
5 સપ્ટેમ્બર103
6 સપ્ટેમ્બર904
7 સપ્ટેમ્બર704
8 સપ્ટેમ્બર603
9 સપ્ટેમ્બર3011
10 સપ્ટેમ્બર306
11 સપ્ટેમ્બર204
12 સપ્ટેમ્બર202
13 સપ્ટેમ્બર004
કુલ1880219

કોરોનાના કેસ ઘટતાં જ મ્યુનિ. એ રસીકરણના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું
કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં કોરોનાના કેસો ઝીરો થતાં વેક્સિનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. રાજ્ય સરકાર એક તરફ કોરોના સામે લડવા રસીકરણ પર ભાર મૂકી રહી છે ત્યારે મ્યુનિ. એ રસીકરણની કામગીરી ઘટાડી દીધી હોવાનું ધ્યાને આવે છે. રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ત્યારથી જ મ્યુનિ. આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાની ફરિયાદો સામે આવી હતી, ઉચ્ચ અધિકારીનું પીઠબળ મળતા સિસ્ટમમાં સુધારો થઈ શક્યો નહોતો અને આખરે રસી લેવા આવતા સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હજુ ત્રણ મહિના સાવચેતી જરૂરી
કોરોનાનો ભલે એકપણ કેસ નોંધાયો ન હોય, હજુ ત્રણ મહિના લોકોએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું અને રસી લેવી જરૂરી છે. આમ થશે તો ત્રીજી લહેર રોકી શકાશે. લોકો બેદરકારી રાખશે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે. છે. - ડો. તેજસ પટેલ, કોવિડ કોર કમિટીના સભ્ય

સિવિલમાં 20 દિવસથી કેસ નહીં
સિવિલની કોવિડ ઓપીડીમાં રોજના 20 દર્દી કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે આવે છે પણ છેલ્લાં 20 દિવસથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રિપોર્ટ નેગેટિવ હોય પણ દર્દીને વેન્ટિલેટર કે બાયપેપ પર રાખ્યા હોય તેવા દર્દીની 1200 બેડમા રખાય છે. - ડો. રાકેશ જોષી સુપરિટેન્ડેન્ટ, સિવિલ