કોરોના અમદાવાદ:શહેરમાં રાજ્યના સૌથી વધુ 10 નવા કેસ તો જિલ્લામાં 13મા દિવસે શૂન્ય કેસ, 119મા દિવસે શહેરમાં એક પણ મોત નહીં

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાના કેસ - Divya Bhaskar
કોરોનાના કેસ
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 408 થયો

શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને ત્યારે રાજ્યના સૌથી વધુ 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 119મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી. જિલ્લામાં સતત 13મીવાર શૂન્ય કેસ રહ્યો છે. ઉલ્લેખનીય છે ત્રણ દિવસ પહેલા 10 નવેમ્બરે 16 અને 11 નવેમ્બરે 14 નવા કેસ સામે આવ્યા હતા.

17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

શહેરમાં 6 દર્દી ડિસ્ચાર્જ
12 નવેમ્બર, 2021ની સાંજથી 13 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 10 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 6 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 408 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 932 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

દિવાળીને કારણે મ્યુનિ.એ ટેસ્ટિંગની સંખ્યા વધારી
શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતા હોવાનું જણાતાં અમદાવાદ મ્યુનિ. દ્વારા આગોતરા પગલાંરૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ ‌વધારવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતાં ટેસ્ટિંગ કરતાં બમણાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે, જેમાં આ નવા કેસો સામે આવ્યા છે.

1 ઓક્ટોબરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
30 ઓક્ટોબર202
31 ઓક્ટોબર402
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
કુલ1990161

ખાનગી હોસ્પિટલમાં 13 દિવસ બાદ કોરોનાના બે દર્દી દાખલ
દિવાળી બાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોમાં 13 દિવસ બાદ કોરોનાના બે દર્દી દાખલ થયા છેે. હાલમાં બને દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સ(આહના)ના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, દિવાળી બાદ કોરોનાના નવા બે દર્દી દાખલ થયા છે. દિવાળી પહેલા 30 ઓકટોબરે આહના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી દાખલ હતો. ત્યારબાદ 13 દિવસ બાદ શુક્રવારે કોરોનાના બે નવા દર્દી દાખલ થયા છે. આહ્ના દ્વારા અગમચેતીના ભાગરૂપે કોરોનાના દર્દી માટે 2150 બેડ તૈયાર રાખ્યા છે. પરંતુ, હાલની સ્થિતિ જોતા દર્દી વધવાની શક્યતા નહિવત છે.