તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લામાં 112 દિવસ બાદ પહેલીવાર 56થી પણ ઓછા કેસ, 2ના મોત અને 204 દર્દી સાજા થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીરો - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીરો
  • શહેરમાં 54 અને જિલ્લામાં 1 કેસ તો શહેરમાં 2 દર્દીના મોત
  • શહેરમાં 193 અને જિલ્લામાં 11 દર્દી સાજા થયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 112 દિવસ બાદ પહેલીવાર 56થી ઓછા 55 કેસ નોંધાયા છે. આ પહેલા 21 ફેબ્રુઆરીએ 56 કેસ નોંધાયા હતા. શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 55 નવા કેસ નોંધાયા છે અને 2 દર્દીના મોત થયા છે. તેમજ 204 દર્દી સાજા થયા છે.

12 જૂનની સાંજથી 13 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 54 અને જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 193 અને જિલ્લામાં 11 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 2 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 117 થયો છે. જ્યારે 2 લાખ 31 હજાર 690 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 381 થયો છે.