અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. શહેર અને જિલ્લામાં આજે 7 કેસ નોંધાયા છે જ્યારે 10 દર્દી સાજા થયા છે. આમ જિલ્લામાં 9 ઓગસ્ટ બાદ ફરીવાર એક કેસ નોંધાયો છે. સતત 26માં દિવસે શહેરમાં એકેય મોત થયું નથી. જ્યારે શહેરમાં રાજ્યના સૌથી વધુ 6 કેસ નોંધાયા છે.
12 ઓગસ્ટ, 2021ની સાંજથી 13 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 6 અને જિલ્લામાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 1 દર્દી સાજો થયો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 37 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 569 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.
34690 લોકોને વેક્સિન આપવામાં આવી
કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કેન્દ્રો પર લોકોને વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. અમદાવાદમાં શુક્રવારે 34690 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 21284 પુરુષ અને 13406 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 24439 અને 45 વર્ષ ઉપરના 7833 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 1711 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.
1 જુલાઈથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 જુલાઈ | 18 | 2 | 38 |
2 જુલાઈ | 15 | 1 | 35 |
3 જુલાઈ | 22 | 1 | 40 |
4 જુલાઈ | 19 | 1 | 25 |
5 જુલાઈ | 15 | 1 | 76 |
6 જુલાઈ | 11 | 1 | 55 |
7 જુલાઈ | 13 | 0 | 96 |
8 જુલાઈ | 15 | 0 | 363 |
9 જુલાઈ | 12 | 0 | 32 |
10 જુલાઈ | 11 | 0 | 115 |
11 જુલાઈ | 7 | 0 | 108 |
12 જુલાઈ | 9 | 0 | 28 |
13 જુલાઈ | 9 | 0 | 31 |
14 જુલાઈ | 9 | 0 | 22 |
15 જુલાઈ | 7 | 0 | 24 |
16 જુલાઈ | 5 | 0 | 22 |
17 જુલાઈ | 6 | 0 | 35 |
18 જુલાઈ | 4 | 1 | 28 |
19 જુલાઈ | 5 | 0 | 26 |
20 જુલાઈ | 6 | 0 | 25 |
21 જુલાઈ | 4 | 0 | 21 |
22 જુલાઈ | 5 | 0 | 19 |
23 જુલાઈ | 8 | 0 | 18 |
24 જુલાઈ | 10 | 0 | 11 |
25 જુલાઈ | 5 | 0 | 10 |
26 જુલાઈ | 9 | 0 | 9 |
27 જુલાઈ | 4 | 0 | 15 |
28 જુલાઈ | 3 | 0 | 10 |
29 જુલાઈ | 3 | 0 | 8 |
30 જુલાઈ | 5 | 0 | 6 |
31 જુલાઈ | 10 | 0 | 5 |
1 ઓગસ્ટ | 8 | 0 | 3 |
2 ઓગસ્ટ | 8 | 0 | 7 |
3 ઓગસ્ટ | 5 | 0 | 8 |
4 ઓગસ્ટ | 3 | 0 | 7 |
5 ઓગસ્ટ | 4 | 0 | 8 |
6 ઓગસ્ટ | 4 | 0 | 3 |
7 ઓગસ્ટ | 4 | 0 | 4 |
8 ઓગસ્ટ | 4 | 0 | 3 |
9 ઓગસ્ટ | 4 | 0 | 3 |
10 ઓગસ્ટ | 7 | 0 | 5 |
11 ઓગસ્ટ | 7 | 0 | 7 |
12 ઓગસ્ટ | 8 | 0 | 9 |
13 ઓગસ્ટ | 7 | 0 | 10 |
કુલ | 357 | 8 | 1,433 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.