તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ:સતત છઠ્ઠા દિવસે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીનું મોત નહીં, શહેરમાં 9 નવા કેસ અને 28 ડિસ્ચાર્જ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 848 થયો
  • 2 લાખ 34 હજાર 146 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે શહેરમાં 9 કેસ નોંધાયા છે અને 28 દર્દી સાજા થયા છે. જિલ્લામાં સતત સાતમા દિવસે એટલે કે અઠવાડિયાથી એક પણ કેસ નોંધાયો નથી. અગાઉ જિલ્લામાં સતત બાર દિવસ સુધી એકપણ નવો કેસ નોંધાયો ન હતો. જોકે, 5 જુલાઈએ એક કેસ નોંધાયો હતો.

11 જુલાઈની સાંજથી 12 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 28 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 848 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 146 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 410 થયો છે.

1 જૂનથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
9 જૂન983275
10 જૂન902255
11 જૂન722232
12 જૂન642203
13 જૂન552204
14 જૂન472183
15 જૂન492138
16 જૂન482126
17 જૂન472104
18 જૂન43297
19 જૂન40181
20 જૂન38171
21 જૂન36162
22 જૂન30159
23 જૂન31157
24 જૂન26145
25 જૂન27185
26 જૂન19171
27 જૂન24145
28 જૂન21146
29 જૂન20139
30 જૂન18136
1 જુલાઈ18238
2 જુલાઈ15135
3 જુલાઈ22140
4 જુલાઈ19125
5 જુલાઈ15176
6 જુલાઈ11155
7 જુલાઈ13096
8 જુલાઈ150363
9 જુલાઈ12032
10 જુલાઈ110115
11 જુલાઈ70108
12 જુલાઈ9028
કુલ2,500717,330