કોરોના અમદાવાદ:શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા, જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં કોરોનાના કેસમાં નજીવો વધારો થવા લાગ્યો છે. શહેરમાં આજે 8 કેસ નોંધાયા છે જ્યારે 9 દર્દી સાજા થયા છે. જ્યારે જિલ્લામાં એકેય કેસ નોંધાયો નથી. 9 ઓગસ્ટે એક કેસ નોંધાયો હતો. સતત 25માં દિવસે શહેરમાં એકેય મોત થયું નથી. જ્યારે શહેરમાં રાજ્યના સૌથી વધુ 8 કેસ નોંધાયા છે.

11 ઓગસ્ટની સાંજથી 12 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 8 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 30 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 559 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...