તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, 17ના મોત, મૃત્યુઆંક 214- કુલ દર્દી 4395

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1માં કેસ
  • અમદાવાદમાં 12, સુરતમાં 3 અને વડોદરા-આણંદમાં 1-1ના મોત થયા
  • 4395 દર્દીમાંથી 33 વેન્ટીલેટર પર 3535ની હાલત સ્થિર, 613 સાજા થયા અને 214ના મોત
  • 17 મોતમાંથી 5ના પ્રાથમિક રીતે કોરોનાથી અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત થયા
  • અત્યાર સુધીમાં 64007 ટેસ્ટ થયા, જેમાંથી 4395ના પોઝિટિવ અને 59612ના નેગેટિવ રિપોર્ટ આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 214  અને 86 દર્દી સાજા થતા કુલ 613 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4395 દર્દી નોંધાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 367 કેસ અને 29 એપ્રિલે 308 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ગાંધીનગર અને પંચમહાલમાં એક સાથે 10 પોઝિટિવ કેસ, કુલ 33 દર્દી વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 17 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી 5ના પ્રાથમિક રીતે કોરોનાથી અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં 12, સુરતમાં 3 અને વડોદરા-આણંદમાં 1-1ના મોત થયા છે. જ્યારે 24 કલાકમાં કોવિડ 19ના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3, અરવલ્લી-1 અને દાહોદ-1 કેસનો સમાવેશ થાય છે. તેમજ 86 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,395 દર્દી નોંધાયા છે. જેમાંથી 33 વેન્ટીલેટર પર છે અને 3,535ની હાલત સ્થિર છે. જ્યારે 613 દર્દી સાજા થયા છે અને કુલ મૃત્યુઆંક 214 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4395ના પોઝિટિવ અને 59612ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. 

રાજ્યમાં 30 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન મોકલવા 8 IAS- 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.
ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશેઃ અશ્વિની કુમાર
ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 
વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ
અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક પહેલાથી દારુનો વ્યસની હતો. અગાઉ તેને લોહીની ઉલ્ટી પણ થઇ હતી. ગયા શનિવારે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલત બગડતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. તેને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અડાલજમાં આરોગ્યની ટીમ વાંસની ટોપલીવાળા પરિવારની હિસ્ટ્રી શોધી રહ્યાં છે અને યુવકને ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો કે ઝૂપડીમાંથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર "ચ" રોડથી જ પ્રવેશ મળશે
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર "ચ" રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ "ચ" રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સરકારી ઓફિસોમાં આવતા વાહનચાલકો હેરાન થયા હતા. જિલ્લા પોલીસવડાએ જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કોબા - અડાલજ તરફથી જ ગાંધીનગર તરફ આવવાના રસ્તા ચાલુ છે.

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું
લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપિડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

કુલ દર્દી 4395 , 214ના મોત અને 613 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ3026149316
વડોદરા2891787
સુરત 6142554
રાજકોટ580117
ભાવનગર 470521
આણંદ740424
ભરૂચ310220
ગાંધીનગર480212
પાટણ170111
નર્મદા 12 0010
પંચમહાલ  340203
બનાસકાંઠા280104
છોટાઉદેપુર13 0006
કચ્છ 06 0105
મહેસાણા080002
બોટાદ20012
પોરબંદર030003
દાહોદ 0500 01
ખેડા060002
ગીર-સોમનાથ03     0002
જામનગર 010100
મોરબી 01 0001
સાબરકાંઠા030002
મહીસાગર110000
અરવલ્લી19 0100
તાપી 01 0000
વલસાડ 05 01 00
નવસારી 060000
ડાંગ 020000
સુરેન્દ્રનગર01 00 00 
કુલ 4395214613

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો