તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અમદાવાદ LIVE:શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • 19 ક્રિટિકલ કન્ડિશનવાળા દર્દી વેન્ટિલેટર પર છે
  • 14માંથી 8 મૃતક 60 વર્ષથી વધુ વયના, એક 90 વર્ષના વૃદ્ધ

શહેરમાં શુક્રવારે વધુ નવા 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 14 દર્દીનાં મોત નિપજ્યાં હતાં. હોટસ્પોટ ગણાતા વિસ્તારો દરિયાપુર, કાલુપુર, ખાડિયા, દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1821 થઈ છે. નવા 14 દર્દીની સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 83 પર પહોંચ્યો છે.  આજે સતત બીજા દિવસે 17 વર્ષની કિશોરીનું કોરોનાથી મોત નિપજ્યું છે.  મોટા ભાગના મૃતકોને હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હૃદય અને શ્વાસની બીમારી હતી.

કુલ 19 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે
અમદાવાદમાં શુક્રવારે વધુ નવા 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મૃત્યુ થયાં હતાં. અત્યારસુધી કુલ પોઝિટિવ કેસનો આંક 1821 થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક 83 પર પહોંચ્યો છે. હજુ પણ હોટસ્પોટ ગણાતા વિસ્તારો દરિયાપુર, કાલુપુર, ખાડિયા, દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખોખરા હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પણ 4 કેસ મળી આવ્યા છે. સતત બીજા દિવસે દાણીલીમડા વિસ્તારની શકિત સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીનું કોરોનાથી મોત થયુ હતુ. 14 મૃતકોમાં પાંચ મૃતકો 60 થી નીચેની વયજૂથના છે જયારે 8 મૃતકો 60 થી ઉપરના છે.જેમાં 90 વર્ષીય વૃધ્ધાનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગના મૃતકોને હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હૃદય અને શ્વાસની બિમારી હતી. કુલ 19 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે.

મધ્ય ઝોનમાં સૌથી વધુ 694 એક્ટિવ કેસ
શુક્રવારે નવા નોધાયેલા કેસ પહેલાં મ્યુનિ.એ હોસ્પિટલમાં રહેલા દર્દીઓના આંકડા અને કયા ઝોનના કેટલા દર્દીઓ છે તેના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ એસવીપી, સિવિલ સહિત અલગ અલગ ફેસેલિટીમાં કુલ 1450 પોઝિટિવ એક્ટિવ કેસ છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 694 અને દક્ષિણ ઝોનમાં 434 છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 113, ઉત્તરમાં 91, દશ્રિણ પશ્ચિમમાં 39, ઉત્તર પશ્ચિમમાં 26 અને પૂર્વ ઝોનમાં 62 કેસ છે.

મૃત્યુ પામનારી 17 વર્ષની કિશોરીને ખેંચની બીમારી હતી
દાણીલીમડા વિસ્તારની શકિત સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીનું એસવીપી હોસ્પિટલમાં મૃત્યું થયું છે. આ કિશોરી માનસિક બિમાર હતી અને સાથોસાથ ખેંચની પણ બીમારી હતી. 22 એપ્રિલે તેને તાવ અને શ્વાસની બિમારી લાગતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દાખલ થયાંના બાર કલાક પણ પૂરા થયા ન હતા અને તેનું મૃત્યું થયું હતું. 

24 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

સુરત-અમદાવાદની સ્થિતિ ગંભીર, કેન્દ્રીય ટીમ સમીક્ષા કરશે

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1821 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 14 દર્દીના મોત થયા છે. જ્યારે સુરત શહેરમાં 15 એપ્રિલે કોરોનાના 128 કેસ નોંધાયા હતા. ચાર દિવસ બાદ એટલે કે 19 એપ્રિલે કેસની સંખ્યા વધીને 258 ઉપર પહોંચી ગઈ. એટલે કે પોઝિટિવ કેસની સંખ્યા ડબલ થવામાં ચાર દિવસ લાગ્યા હતા. હાલ સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 462 સુધી પહોંચી ગઈ છે. જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે.

અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા પણ નીચે 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે.  જ્યારે સુરતમાં તો 4 દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે. આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈ રહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે. 

4 દિવસે કેસ ડબલ થશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થશેઃ AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા અને હાલ 7 દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. જો 7થી 8 દિવસે કેસ ડબલ થતા રહેશે તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. પરંતુ 4 દિવસે જો કેસ ડબલ થવા લાગશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે.

મે મહિનાના અંત સુધી કોઈ વડીલ ઘર બહાર ન નીકળેઃ વિજય નેહરા
વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હું યુવાનોને હું વિનંતિ કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોને સાચવે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાન સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરીને બિરદાવીશ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતિ છે.

અમદાવાદ જિલ્લામાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈમાં બે કેસ સામે આવતાં જિલ્લામાં કુલ 20 પોઝિટિવ કેસ થયા છે. જેમાં દસક્રોઈમાં જ 15 કેસ સામે આવ્યા છે. 

કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકોની ભીડ જામી

આ પહેલા કોટ વિસ્તારમાં કેસો વધતા કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા. માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો