કોરોનાની અસર:કોરોમાં આવક ઘટી, ભાડા વધુ પડતાં 45% રેસ્ટોરન્ટ, કેફે અને હોટલો બંધ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધુભવન , જોધપુર, બોડકદેવ જેવા વિસ્તારોની 15 ટકા જેટલાં રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા

અમદાવાદ શહેર ખાણી-પીણીનું હબ કહેવાય છે. છતાં શહેરનાં પશ્ચિમ વિસ્તારની 45 ટકા રેસ્ટોરન્ટ, કેફે અને હોટલો બંધ થઈ ગઇ છે. તેમાં પણ સૌથી મોટું કારણ રુપિયા 25 હજારથી લઈને 2 લાખ સુધીનાં ભાડા હતા, જે કેફે તેમજ રેસ્ટોરન્ટનાં માલિકોનેના પોસાતા અંતે તેને બંધ કરવાનો વારો આવ્યો હતો. કારણ કે આવક 5 ટકા ન હતી જેની સામે 90 ટકા ખર્ચો હતો. તેમાં પણ સૌથી વધુ માઠી અસર સિંધુભવન, જોધપુર, બોડકદેવ જેવા વિસ્તારોમાં પડી છે. ત્યાંની સૌથી વધુ ચાલતી રેસ્ટોરન્ટો બંધ થઈ છે. જ્યારે 10 ટકા જેટલાએ ભાડાને કારણે જગ્યા પાછી આપી સામાન ફ્રેન્ડનાં ગોડાઉનમાં શિફ્ટ કરાયો છે. જેથી આ કપરો સમય પૂર્ણ થાય તો તેમના બિઝનેસને ફૂલ ફેજથી શરુ કરી શકે છે.

સિંઘુભવન પર 15 ટકા કેફે અને રેસ્ટોરન્ટ બંધ થયા
જેમ પૂર્વ વિસ્તારમાં માણેકચોક હબ છે તેમ પશ્ચિમ વિસ્તારમાં જોધપૂરથી લઈ બોડકદેવ અને સિંધુભવન રોડ પરના નાના-મોટા કેફે અને રેસ્ટોરન્ટ છે. પણ કોરોનાને કારણે 15 ટકા બિઝનેસ બંધ થયો છે. આવક 5 ટકા ન હતી સામે 90 ટકા ખર્ચો હતો.

સાંજનો સમય બંધ અને ભાડા વધુ પડતાં, 45% રેસ્ટોરન્ટ બંધ
ફૂડ ઈન્ડસ્ટ્રીનો કપરો સમય છે. 45-50% રેસ્ટોરન્ટ બંધ થયા છે. તેનું કારણ ઈવનિંગ ટાઈમિંગ બંધ થવા અને ભાડા વધુ લાગવા છે. - નરેન્દ્ર સોમાણી, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ગુજરાત , પ્રેસિડન્ટ

ફાઈન ડાઈનમાં રાત્રી ભોજન બંધ થતા, રેસ્ટોરન્ટ બંધ કર્યું
લોકો 8 વાગ્યા પછી જમવા આવે છે. ત્યારે સિંધુભવન ફાઈનડાઈન માટે જાણીતું છે. કર્ફ્યુને કારણે સિંધુભવન પર આવેલી કૈલાશ પરબત બંધ કર દિધી છે. ભાડુ પણ વધુ લાગતુ હતું. - સુનિલ સેજવાની, કૈલાશ પરબત

ઓથેન્ટિક ફૂડ રેસ્ટોરાં બંધ કરી, ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ
શહેરમાં માત્ર એક જ આંધ્રાનું ઓથેન્ટિક ફૂડ રેસ્ટોરાં હતું. જે કોરોનામાં બંધ રહ્યું. ભાડુ વધુ લાગતા રેસ્ટોરન્ટ બંધ કરીને હવે આર્ગેનિક ફાર્મિંગ શરુ કરવામાં આવી છે. - તેજસ શાહ, મકરબા

​​​​​​​ટેમ્પરરી બંધ કર્યું , મહામારી ઓછી થતા ફરી શરૂ કરીશું
હાલમાં ફ્રેન્કીનો બિઝનેસ ટેમ્પરરી બંધ કર્યો છે. ભાડુ આપવુ ન પડે માટે ઈક્વિપમેન્ટ ગોડાઉનમાં મુકાવી દીધાં છે. આ સાથે કોરોનાની મહામારી ઓછી થતા ફરી શરૂઆત કરીશું. -વરુણ થાનાવાલા, સિંઘુભવન

​​​​​​​​​​​​​​જોધપુર પર ફાસ્ટફૂડ શોપ બંધ કરી મશીનરી ઘરે જઈ શરુ કર્યું
મારી તવા આઈસ્ક્રિમમાં સ્પેશ્યાલિટી હતી. મારી રેસ્ટોરન્ટ પર એમ્બિયન્સ પણ બેસ્ટ કર્યું હતું. કોરોનાને કારણે શોપ બંધ થઈ, ભાડુ વધારે લાગ્યું જેથી મશિનરી અને એમ્બિયન્સ બીજે સિફ્ટ કર્યા. એમ્બિયન્સ વેચી ઘરેથી બિઝનેસ કરું છું. -કવિતા પુરોહિત , જોધપુર

અન્ય સમાચારો પણ છે...