તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Core Committee Meeting CM Rupani Decided To Start Separate Wards Of Mucormycosis In Ahmedabad, Vadodara, Surat, Rajkot, Bhavnagar, Jamnagar

મ્યુકોરમાઈકોસિસ સામે જંગ:અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં અલાયદા વોર્ડ શરૂ કરવા CM રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લીધો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજય રૂપાણી, મુખ્યમંત્રી - Divya Bhaskar
વિજય રૂપાણી, મુખ્યમંત્રી
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈરોસિસ સંક્રમિત માટે 60-60 બેડના બે અલાયલા વોર્ડ શરૂ કરાયા
  • મ્યુકોરમાઈક્રોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના 5 હજાર ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપ્યો

રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલોમાં જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

તકેદારી સાથે સારવાર વ્યવસ્થાની ચર્ચા
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી. રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઈકોસિસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

ત્વરિત સારવાર માટે આરોગ્ય વિભાગને સૂચન
મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયો અનુસાર મ્યુકોરમાઈકોસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. મુખ્યમંત્રીએ આ મ્યુકોમાયરોસિસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું હતું

અમદાવાદ સિવિલમાં 2 અલાયદા વોર્ડ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી.

ઈન્જેક્શન ખરીદી માટે ઓર્ડર અપાયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5 હજાર ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના આવા 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે.

જવલ્લે જ જોવા મળતો મ્યુકોમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે
મ્યુકોરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

કોને મ્યુકોરમાઈકોસિસ થવાની શક્યતા વધુ
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર,ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચાવાળી વ્યક્તિને મ્યુકોમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.

રોગના લક્ષણો
મ્યુકોરમાઈકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે
આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે,

  • એક બાજુનો ચહેરો સોજી જવો
  • માથાનો દુઃખાવો
  • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
  • મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
  • આંખમાં દુખાવો,દ્
  • રષ્ટિ ઓછી થવી
  • તાવ,કફ ,છાતીમાં દુખાવો
  • શ્વાસ રૂંધાવો
  • પેટનો દુખાવો
  • ઉબકા આવવા કે ઉલટી થવી
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે

શું કરવું જોઈએ?
મ્યુકોરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે
મ્યુકોરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકોમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.