ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની વિન્ટર એક્ઝામમાં વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓમાં હાથે લખેલી કાપલી સહિત વિવિધ પ્રકારની પદ્ધતિથી નકલ કરતા 212 વિદ્યાર્થીઓ પકડાયા છે. આ વિદ્યાર્થીઓની સામે નિયમાનુસાર કોપી કેસ કરાવામાં આવ્યો છે. નકલ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને માટે યુએફએમ (અનફેર મીન્સ કમિટી) દ્વારા સુનાવણી હાથ ધરાશે.
ડીસેમ્બરથી ફેબ્રઆરી દરમ્યાન ડિપ્લોમા-ડીગ્રી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિદ્યાશાખાની વિન્ટર પરીક્ષા 100થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં લેવાઇ હતી. જેમાં હાથે લખેલી કાપલી, ફૂટપટ્ટી પર લખાણ સહિતની વિવિધ પ્રકારની પદ્ધતિથી નકલ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સામે કોપી કેસ કરાયા હતા. પકાડાયેલા વિદ્યાર્થી અને વાલીઓને યુએફએમ કમિટી સુનાવણી માટે બોલાવાશે. માર્ચના અંતમાં કે એપ્રિલમાં યોજાનારી સુનાવણી અંતર્ગત ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીના નિવેેદન લેવાશે. જેને આધારે અંતિમ સજા નક્કી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.