ધો.10નું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર વિદ્યાર્થીઓ માટે સરળ રહ્યું હતું, જ્યારે ધો. 12 આંકડાશાસ્ત્રના પેપરમાં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સરળતાથી સારા ગુણ આવશે. ઉપરાંત ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એમસીક્યૂ અઘરા રહ્યાં હતા, જ્યારે થિયરીમાં વિદ્યાર્થીઓ થોડા મુંજાયા હતા.
ધો.12 આંકડાશાસ્ત્રના પેપરમાં નારાયણગુરુ સ્કૂલમાંથી વિદ્યાર્થિની મોબાઇલ સાથે પકડાઇ હતી. ખંડ સંચાલકને મોબાઇલ અંગે શંકા જતા તેમણે તપાસ કરતા વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળ્યો હતો. ઉપરાંત બાપુનગરની એક સ્કૂલમાં કેમેસ્ટ્રીના પેપરની શરૂઆતમાં જ વિદ્યાર્થીને બેશુદ્ધ થઈ જતાં એલ.જી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
ત્રણેય પેપર સરળ હોવાનું નિષ્ણાંતોનું તારણ
ધો.10નું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સરળ રહ્યું
ધો.10નું ગણિત સરળ રહ્યું, પ્રમેય ટ્રિકી હોવાથી પ્રશ્ન સમજવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. પાઠ્યપુસ્તકોના ઉદાહરણોને પ્રશ્નો રૂપે પુછાયા હતા. બોર્ડે સ્ટાન્ડર્ડ ગણિતના લેવલને જાળવવાનો પ્રયત્ન કર્યો છે.- દિપક પટેલ, ગણિત વિષયના નિષ્ણાંત
આંકડાશાસ્ત્રમાં પાસિંગ માર્ક સરળતાથી મળશે
પેપર સરળ છે. મહેનત ન કરનાર વિદ્યાર્થીને પાસ થવાય તેટલા ગુણ મળશે. હોંશિયાર વિદ્યાર્થીઓ સરળતાથી 80થી વધારે ગુણ મેળવી શકશે. > મુકુંદ પટેલ, આંકડાશાસ્ત્રના વિષય નિષ્ણાંત
કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ અઘરા પુછાયા હતા
કેમેસ્ટ્રીના પેપરમાં એમસીક્યૂ અઘરા, એકંદરે પેપર એવરેજ રહ્યું હતું. અમુક પ્રશ્નોમાં ટ્વિસ્ટ કર્યા છે, વિદ્યાર્થીઓને દાખલા સરળ લાગ્યા. - પુરવ મોદી, કેમેસ્ટ્રીના વિષય નિષ્ણાંત
સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં સી.એન વિદ્યાલયમાં માત્ર એક જ વિદ્યાર્થીનો નંબર ફાળવાયો હતો. પરીક્ષાના આયોજન માટે અંદાજે 10 જેટલા અધિકારી - કર્મચારીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.