અમદાવાદ:45 ડિગ્રી તાપમાનમાં કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, પીવાના પાણીમાં ગ્લુકોઝ નાખવામાં આવ્યાં

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કોરોનાના કારણે સમગ્ર પ્રાણી સંગ્રહાલયને સમયાંતરે સેનિટાઇઝ કરવામાં આવે છે

કોરોના વાયરસના કારણે લોકો પરેશાન છે. જ્યારે બીજી તરફ ગરમીનો વધતો પારો પણ મુશ્કેલી વધારી રહ્યો છે. તેવા સમયમાં અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કારણે સમગ્ર પ્રાણી સંગ્રહાલયને સમયાંતરે સેનિટાઇઝ કરવામાં આવે છે. હવે અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાણીઓ માટે કુલર મુકવામાં આવ્યા છે. તેની સાથે ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને પ્રાણીઓ પર પાણી છાંટવામાં આવે છે. ગરમીમાં પ્રાણીઓને પીવા માટેના પાણીમાં ગ્લુકોઝ પણ નાખવામાં આવે છે જેથી ગરમીમાં રાહત મલી રહે છે.

અન્ય સમાચારો પણ છે...