દિવાળી સ્પેશિયલ:400 ડિગ્રી તાપમાનમાં પાકે છે કોડિયાં, કોરી માટીથી ડિઝાઈનર કોડિયાં સુધીની પ્રોસેસ જાણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પર્વે દરેક પરિવાર પોતાના ઘરે માટીના દીવડા પ્રગટાવી તહેવારની ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદના સરખેજ અને બાકરોલમાં ઘણાં વર્ષોથી જથ્થાબંધ કોડિયાનું મેન્યુફ્રેક્ચરિંગ કરવામાં આવે છે. અહીં 100 જેટલા પરિવાર આજે પણ માટીકામ કરી રહ્યા છે. જેમાંથી 30થી 50 પરિવાર માટીના ડિઝાઈનર કોડિયા બનાવે છે. એક પરિવાર આખું વર્ષ કામ કરીને 100થી વધુ પ્રકારની ડિઝાઈનનાં ઓછામાં ઓછા 8 લાખ કોડિયા બનાવે છે. આમ અંદાજે સરખેજ અને બાકરોલમાં એક વર્ષે અંદાજે 3થી 4 કરોડ ડિઝાઈનર કોડિયા બને છે. આ કોડિયા દિલ્હી, પૂણે, બિહાર, કોલકાતા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ વેચાય છે. તો દીવાળીને દીપાવતાં આ કોડિયા કેવી રીતે બને છે તેની આખી પ્રોસેસ અમે તમને બતાવીએ.