ભાસ્કર એક્સક્લૂઝિવ:કન્વેયર બેલ્ટ ત્રણ કલાક બંધ, 10 ફ્લાઈટ 2 કલાક સુધી લેટ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યો - Divya Bhaskar
એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યો
  • ઈનલાઈન બેગેજ સિસ્ટમમાં ખામીથી લાંબી લાઈનો

ભાવિન પટેલ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પીકઅવર્સમાં સાંજે 5.40 કલાકે ઇનલાઇન બેગેજ સિસ્ટમમાં ખામીથી ઠપ થઇ જતા 10 જેટલી ફલાઇટો નિર્ધારિત સમયે ટેકઓફ ન થતા 2 કલાક સુધી મોડી પડી હતી. ઇનલાઇન સિસ્ટમ બંધ થઇ જતા મુસાફરોની બેગેજ બેલ્ટ પર જ અટવાઇ ગઇ હતી. ચેકઇન કાઉન્ટર પર મુસાફરોની લાંબી લાઇનો લાગતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સિસ્ટમને અપગ્રેડ કરાઈ છતાં બેલ્ટમાં ખામી સર્જાઈ હતી. પિકઅવર્સમાં બંધ થઈ જતા મુસાફરો અને એરલાઇનના સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાય છે, છતાં કાયમી ધોરણે ઉકેલ આવતો નથી.

છેલ્લા 6 મહિનામાં 15થી વધુ વખત એકની એક ખામી સર્જાઈ છે. એરપોર્ટ પર ઇનલાઇન બેગેજ સિસ્ટમ ચેકઇન કાઉન્ટર પરથી મુસાફરોનો લગેજ સીધો બેગેજ મેકએપ એરિયામાં પહોંચી જાય છે ત્યાંથી સીધો સામાન ફલાઇટમાં લોડ થાય છે, આજે સિસ્ટમમાં યાંત્રિક ખામી સર્જાતા ત્રણ કલાક સુધી બંધ રહેતા વૈકલ્પિક વ્યવસ્થા કરી ન હતી. એરપોર્ટ પર પેસેન્જરોમાં ધક્કા-મુક્કીના દૃશ્યો સર્જાયા હતા. શનિવારે 45 મિનિટ સુધી સિસ્ટમ ઠપ રહી હતી. બિઝનેસ ક્લાસમાં મુંબઈ જતાં પેસેન્જરની બેગ રહી ગઈ હતી. એરલાઈને બીજી ફ્લાઈટમાં બેગ મોકલવાની વ્યવસ્થા કરી હતી.

કન્વેયર બેલ્ટ સિસ્ટમ બંધ રહેતાં ડોમેસ્ટિક એરપોર્ટ પર રેલવે સ્ટેશનની જેમ ભીડ જામી હતી. લગભગ 3 કલાક સુધી સિસ્ટમ ઠપ રહી હતી. લગેજનો ભરાવો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...