અમદાવાદ સાયન્સસિટીમાં માછલીઓનાં મોત:રોજ 3થી 5 ટકા માછલીઓ મરતી હોવાનો વિવાદ; એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું - મરેલી માછલીઓ ટેન્કની માછલીનો ખોરાક છે!

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માછલીની તસવીર. - Divya Bhaskar
માછલીની તસવીર.
  • સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે સ્પષ્ટતા કરતાં કહ્યું, ફોટોમાં જોવા મળતી મૃત માછલીઓ ટેન્કની માછલીઓનો ખોરાક છે

સાયન્સસિટીની એક્વેટિક ગેલરી માટે લવાયેલી 188 પ્રજાતિની માછલીમાંથી રોજ 3થી 5 ટકા જેટલી માછલી મૃત્યુ પામી રહી છે, એવી માહિતી સાથે ફોટો અને વીડિયો ફરતાં વિવાદ સર્જાયો હતો.

આ વિવાદ અંગે સાયન્સસિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું હતું કે એક્વેટિક ગેલરીમાં જે માછલીઓ છે એ છેલ્લા 4 મહિનાથી રાખવામાં આવી છે. જ્યારથી માછલીઓ ટેન્કમાં મુકાઈ છે ત્યારથી કોઈ માછલી મૃત્યુ પામી હોય એવી ઘટના બની નથી. ટેન્કની લાઇફ સેવિંગ સિસ્ટમ યોગ્ય ટેક્નિક સાથે કાર્યરત છે. જો લાઇફ સપોર્ટ સિસ્ટમ નિષ્ક્રિય બને તો તમામ ટેન્કમાં મોટા ભાગની માછલીઓ મૃત્યુ પામે.

અમુક નિશાચર માછલી સવારે ઊંઘે છે
માછલીઓનો કુદરતી મૃત્યુદર આશરે 1થી 2 ટકા જેટલો હોય છે. ટેન્કની સપોર્ટ સિસ્ટમને લીધે કોઈ માછલીનું મૃત્યુ થયું નથી. જે ફોટો-વીડિયો ફરતા થયા છે એમાં જોવા મળતી મૃત માછલીઓ ટેન્કમાં રહેલી માછલીઓ માટે ફ્રોઝન ફૂડ છે. જે ટેન્કની માછલીઓના ફૂડનું સંગ્રહ સ્થાન છે, જ્યાં માછલીઓના ખોરાકને ફ્રોઝન તરીકે રખાઈ છે. જ્યારે ટેન્કમાં અમુક નિષ્ક્રિય જોવા મળતી માછલીઓ નિશાચર હોવાને લીધે સવારે ઊંઘ લે છે.